Reel ના રસિકોને ગરવા કરવા ભારે પડ્યા

Reel ના રસિકોને ગરવા કરવા ભારે પડ્યા : ગુજરાતીઓનો ગરબાનો ક્રેઝ ભારે છે. ગરબાપ્રિય ગુજરાતીઓ ગમે ત્યાં ગરબા કરે. પરંતુ તમારો આ શોખ નિયમોને નેવે મૂકે ત્યારે. આજકાલ રીલ્સના રવાડે ચઢેલા લોકો ગમે તે કરવા તૈયાર થાય છે. રીલ્સ બનાવવા લોકો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે.

ત્યારે જામનગરના એક ગરબા ક્લાસીસના સંચાલકને રસ્તા પર ગરબા કરાવવા ભારે પડ્યુ હતું. જામનગર પોલીસે સબક શીખવાડતી કાર્યવાહી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરથી એક રીલ્સ વાયરલ થઈ હતી. જેમાં કેટલાક યુવક યુવતીઓ રસ્તાની વચ્ચોવચ ગરબા કરી રહ્યા હતા.

તપાસ કરતા માલૂમ પડ્યુ કે, બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવરજવર વાળા રોડ પર આ યુવક યુવતીઓએ રસ્તા પર ગરબા કર્યા હતા. ગરબાની રીલ્સ બનાવવા માટે વાહનોને અટકાવાયા હતા, તો રસ્તા પર અવરજવર પણ થોડા સમય માટે થંભી ગઈ હતી.

Reel ના રસિકોને ગરવા કરવા ભારે પડ્યા

જામનગર શહેરમાં ચર્ચાનો વિષય બનેલી ગરબા રીલ્સને લઈને પોલીસ એક્શન મોડમાં આવી છે. રીલ્સનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા ‘રાસરસીયા ગરબા ક્લાસીસ’ના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. Reel ના રસિકોને ગરવા કરવા ભારે પડ્યા

હાલના ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયામાં પ્રચલિત થવા લોકો અવનવા નુસખા અજમાવતા હોય છે અને રિલ્સ તેમજ વીડિયો, ફોટા અપલોડ કરી લોકોની લાયકો મેળવવા પોતાના જીવતો જોખમમાં મૂકતા હોય છે સાથે જ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકતા હોય છે.

હાલ કુદરતી વાતાવરણમાં વરસાદી માહોલ છે ત્યારે જામનગરમાં બેડી બંદર રોડ ઉપર કેટલાક ગરબા ક્લાસના યુવક-યુવતીઓ ગરબા રમતા હોય તે પ્રકારની હિન્દી પિક્ચરના ગીત ઉપર રિલ બનાવી હતી. આ રીલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ હતી અને સમગ્ર મામલો પોલીસને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી છે.

જાહેર માર્ગ પર ગરબા કરવા પડ્યા ભારે

મળતી માહિતી અનુસાર, જામનગરના બેડી બંદર રોડ કેટલાક યુવક અને યુવતીઓ રસ્તાની વચ્ચોવચ્ચ ગરબે ઘૂમ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો. બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે. તેવામાં રસ્તો રોકીને ગરબા ગાતા યુવકો-યુવતીઓનો વીડિયો વાયરલ થયા બાદ કાર્યવાહીની માંગ કરાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by GUJJU_C1 [ 150k ] (@gujju_c1)

ત્યારે વીડિયો વાયરલ થયા બાદ જામનગર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે, રાસરસીયા ગરબા ક્લાસીસના સંચાલકોએ આ રીતે યંગસ્ટર્સને રસ્તા પર ગરબા કરાવડાવ્યા હતા. સમગ્ર દેશ અને ગુજરાતમાં રિલ્સના ચક્કરમાં ભાન ભૂલતા લોકો માટે પણ જામનગરનો આ કિસ્સો ધ્યાને લઈ ચેતી જવા જેવું છે.

જામનગરમાં રાસ રસિયા ગરબા કલાસીસ ચલાવતા તેના સંચાલક-કોરિયોગ્રાફરની અટકાયત કરી બંને સામે કાયદેસર કાર્યવાહી કરી છે અને સહેલાઈથી પ્રસિદ્ધિ મેળવવાની ઘેલછામાં યુવાવર્ગને કાયદાનું ઉલ્લંઘન નહીં કરવા જામનગર પોલીસે પણ ખાસ અપીલ કરી છે.

ગરબા ક્લાસીસના સંચાલકો સામે કાર્યવાહી

આ વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચા થઈ રહી હતી કે શું આ વીડિયો બાબતે જામનગર પોલીસ શું પગલા લેશે? ત્યારે હવે વાયરલ વીડિયોને લઈને જામનગર પોલીસે લાલઆંખ કરી છે. પોલીસ દ્વારા ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. Reel ના રસિકોને ગરવા કરવા ભારે પડ્યા

જાહેર રસ્તા ઉપર અકસ્માતોની ઘટના વધી રહી છે. તેવા સમયે પોલીસ દ્વારા પણ ટ્રાફિક નિયમોને લઈને ખાસ કડકાઇથી ડ્રાઇવ કરાઈ રહી છે. અને ધૂમ બાઇક તેમજ ગફલતાયથી વાહન ચલાવતા નબીરાઓ સામે કાયદાનો દંડો ઉગામવામાં આવી રહ્યો છે.

ત્યારે જામનગરમાં પણ રસ્તા ઉપર ગરબા રમતા યુવક-યુવતીઓ કોઈ વાહન હડફેટે ચડી જાય અને અકસ્માત થાય તો જવાબદાર કોણ? તે પણ એક મોટો પ્રશ્ન છે. જામનગર પોલીસે આ ગરબા ક્લાસીસના સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરનો આ કિસ્સો જીવ જોખમમાં મૂકી રીલ્સ બનાવતા લોકો માટે ચેતવણીસમાન છે. આ રીતે રસ્તા પર કોઈ ટ્રાફિક જામ કરીને રીલ્સ બનાવતા, હાઈરાઈઝ ઈમારત પર ચઢીને રીલ્સ બનાવતા કે પછી રેલવે ટ્રેક પર રીલ્સ બનાવતા લોકો માટે આ કિસ્સો ઉદાહરણ રૂપ છે કે, ચેતી જજો. રીલ્સની ઘેલછામાં આવુ કરશો તો કાર્યવાહી થશે.Reel ના રસિકોને ગરવા કરવા ભારે પડ્યા.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Reel ના રસિકોને ગરવા કરવા ભારે પડ્યા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment