ગુજરાતમાં એક ખેડૂતનો પુત્ર બોર્ડમાં પ્રથમ નંબર લાવ્યો : જો વાત કરવામાં આવે તો આજ રોજ ગુજરાત માધ્યમિક બોર્ડનાં ધોરણ-10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેમાં રાજકોટ (Rajkot GSEB Class 10 Result) જિલ્લાનું 72.74% પરિણામ જાહેર થયું છે.
આ પરિણામમાં દર વખતની જેમ આ વખતે પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના વિદ્યાર્થીઓએ બોર્ડમાં ડંકો વગાડ્યો છે અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
ગુજરાતમાં એક ખેડૂતનો પુત્ર બોર્ડમાં પ્રથમ નંબર લાવ્યો
વાત કરીએ તો રાજકોટના પૂજિત રૂપાણી ટ્રસ્ટ (Pujit Rupani Trust)ના વિદ્યાર્થી રુદ્ર ગામી (GSEB SSC Topper Rudra Gami)એ બોર્ડમાં 99.99 PR લાવીને ડંકો વગાડ્યો છે. જેના પિતા રાજકોટમાં નોકરી કરી રહ્યા છે અને સાથે-સાથે ગામડે ખેતી પણ કરી રહ્યા છે. જો કે, આજે આ પરિણામથી ખેડૂત પુત્ર પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.
ખેડૂત પુત્રની મહેનત રંગ લાવી
મહત્વનું છે કે, તાલાલા ખાતે ખેતીકામ કરતા અને રાજકોટમાં ભાડાના મકાનમાં રહી દીકરાને અભ્યાસ કરાવવા આવેલા ગામી પરિવારના દીકરાએ આજે બોર્ડમાં ડંકો વગાડ્યો છે અને પિતાનું નામ રોશન કર્યું છે.
રુદ્ર ગામી નામના આ વિદ્યાર્થીએ આજે ધોરણ 10 માં 99.99 PR અને 96.66 % મેળવી પોતાના માતા-પિતા અને શાળા સહિત સમગ્ર રાજકોટનું નામ રાજ્યભરમાં રોશન કર્યું છે. જણાવી દઈએ કે, રુદ્ર ગામીનાં પિતા ખેતી કરતા હોવા છતાં તેનાં દીકરાના અભ્યાસ માટે રાજકોટમાં મકાન ભાડે રાખીને કારખાનામાં નોકરી કરતા હતા.
99.99 PR લાવી સમગ્ર રાજ્યમાં સિતારો બની ચમક્યો રાજકોટનો વિધાર્થી
જણાવી દઈએ કે, રુદ્ર ગામી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્રસ્ટ પૂજિત રૂપાણી ટ્રસ્ટમાં રહી રાજકોટની ધોળકિયા શાળામાં અભ્યાસ કરતો હતો. શાળા દ્વારા પણ છેલ્લા 3 વર્ષથી રુદ્રની ફી લેવામાં આવી ન હતી અને તેમને નિઃશુલ્ક અભ્યાસ કરાવવામાં આવતો હતો. જેની સામે રુદ્રએ તેમની પાછળ તમામની મદદને ભરપૂર મહેનત સાથે સાકાર કરી બતાવી બોર્ડમાં ડંકો વગાડ્યો છે.
રુદ્રએ જણાવતા કહ્યું હતું કે, હું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા પિતા ખેતીકામ કરતા હોવા છતાં પણ મારા અભ્યાસ માટે રાજકોટમાં મકાન ભાડે રાખીને રહેતા હતા અને સાથે જ શાળા દ્વારા પણ અમારી આર્થિક પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને મને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવ્યું હતું.
મે શરૂઆતથી જ ખૂબ મહેનત કરી હતી. જેમાં શાળાના સમય ઉપરાંત ઘરે પણ સતત અભ્યાસ કરતો હતો અને જ્યારે મુશ્કેલી પડે ત્યારે શાળાનાં શિક્ષકો પણ ખૂબ સારો એવો મને સપોર્ટ કરતા હતા. જેને કારણે જ મને આ સફળતા મળી છે. તેણે વધુમાં જણાવતા કહ્યું હતું કે, હવે આગળ મારે IIT માં અભ્યાસ કરીને એન્જીનીયર બનવાની ઈચ્છા છે.
Important Link
વધુ માહતી માટે | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો,
GSEB ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે ફરીથી સ્કૂલમાં એડમિશન
સુરતમાં હિરામાં આવશે જોરદાર મંદી, એક જ ઝાટકે 10 લાખ લોકોની રોજગારી છીનવાશે!
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 12 પરિણામની ફાઇનલ તારીખ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.