ચંદ્ર ઉપર આવ્યો ભૂકંપ ; ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (isro) ના ચંદ્રયાન-3 મિશન હેઠળ ચંદ્ર પર પહોંચેલું વિક્રમ લેન્ડર સતત નવી નવી શોધ કરી રહ્યું છે. ચંદ્રની સપાટી પર નવા નવા પ્રયોગો કરી રહેલા વિક્રમ લેન્ડરે હવે ચંદ્ર પર કુદરતી સ્પંદનો કે હલનચલનની ગતિવિધિની નોંધ કરી છે.