અંગ્રેજોના સમયના ગુજરાત પોલીસ યુનિફોર્મમાં થશે ફેરફાર

અંગ્રેજોના સમયના ગુજરાત પોલીસ યુનિફોર્મમાં થશે ફેરફાર : ગુજરાત પોલીસનાં યૂનિફોર્મમાં કલર અને ડિઝાઈન બદલાવ માટે સરકાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પોલીસ વર્દીનાં કપડા અને કલરમાં ફેરફાર અંગેની કામગીરી હાથ ધરી છે. ગાંધીનગર સહિત 5 જીલ્લાનાં 7 હજાર પોલીસ કર્મીનો સર્વે કરવામાં આવ્યો છે.

હાલની મહિલા પોલીસનાં યૂનિફોર્મમાં મહિલા પોલીસને મુશ્કેલી પડી રહી છે. સરકારની પરવાનગી બાદ આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં પોલીસ નવા રંગ-રૂપનાં યૂનિફોર્મમાં જોવા મળશે. અંગ્રેજ શાસન સમયથી પોલીસનો યૂનિફોર્મ ખાખી કલરમાં છે.

અંગ્રેજોના સમયના ગુજરાત પોલીસ યુનિફોર્મમાં થશે ફેરફાર

પોલીસની વાત આવે એટલે બહુચર્ચિત ફિલ્મ શોલેનો ડાયલોગ યાદ આવી જાય. હમ અંગ્રેજો કે જમાને કે જેલર હૈ. આ વાક્ય મહદઅંશે આજે પણ યોગ્ય લાગે છે. કારણ કે, ગુજરાત પોલીસ બ્રિટિશકાળથી ચાલી આવતો ખાખી કલરની વર્દી પહેરે છે. હવે સમય આવી ગયો બદલાવનો.

ગુજરાત પોલીસની છબીની સાથે હવે યુનિફોર્મ બદલવાની પણ જરૂર પડી છે. અંગ્રેજોના સમયની ગુજરાત પોલીસની યુનિફોર્મમાં હવે ફેરફારૉ કરાશે. ગાંધીનગર સહિત પાંચ જિલ્લાના 7 હજાર પોલીસકર્મીનો સર્વે કરાયો છે. ત્યારે હવે જલ્દી જ ગુજરાત પોલીસના જવાનો નવા રૂપ-રંગમાં જોવા મળશે.

પોલિસી યુનિફોર્મ શા માટે થશે ફેરફાર

અનંતા યુનિવર્સિટીનાં પ્રોફેસર ભવ્યા રાણાએ જણાવ્યું હતું કે, અમે ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓ માટે સર્વે કર્યો હતો. જેમાં અમે ગુજરાતનાં અમદાવાદ સહિત 35 જીલ્લાઓમાં પણ સર્વે હાથ ધર્યો હતો. જેમાં રોજીંદા કામકાજમાં મહિલા પોલીસકર્મીઓ તેમની યુનિફોર્મને લઈને શું વિચારી રહી છે તે અંગે સર્વે હાથ ધર્યો હતો.

ત્યારે તમે બધા જાણો છો કે વાતાવરણ અવાર નવાર બદલાઈ રહ્યું છે. ત્યારે ફીટ બેલ્ટનાં કારણે જમ્યા બાદ મહિલાઓને પેટમાં જે દુઃખાવો થાય છે. તે તમામ તકલીફોનું સર્વેમાં અમે નીરીક્ષણ કર્યું છે.

પોલીસનો યુનિફોર્મ કેટલો જૂનો

1847 થી ભારતીય પોલીસ ખાખી રંગની વર્દી પહેરે છે. જે અંગ્રેજોના જમાનાનો ડ્રેસ છે. પોલીસની ઓળખ એટલે ખાખી વર્દી. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ મોડર્નાનાઇઝેશન દ્વારા આ અગાઉ પોલીસના વર્તમાન ડ્રેસને બદલવાની ભલામણ કરાઈ હતી.

ખાખી રંગ અસલમાં ધૂળ-માટીનો રંગ છે. 1847માં સર હેરી લમ્સડેને સત્તાવાર રીતે ખાખી રંગની વરદી અપનાવી. એ જ સમયથી ભારતીય પોલીસમાં ખાખી રંગની વરદી સામેલ થઈ. બસ, ત્યારથી આ વર્દી પોલીસની ઓળખ બની ગઈ.

ખાખી વર્દી માટે ક્યાં કરાયો સરવે

ખાખી વર્દી બદલવા માટે મોટાપાયે સરવે કરાયો છે. જાણીતી અનંત નૅશનલ યુનિવર્સિટનાં આસિસ્ટન્ટ પ્રોફેસર ભવ્યા રાણા અને તેમની ટીમ દ્વારા આ સરવે હાથ ધરાયો હતો. જેમાં 35થી વધુ શહેરોમાં ફરજ બજાવતા વિવિધ રેન્કનાં 7 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ પાસેથી તેમનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો.

કહેવાય છે કે, આ સરવેના આધારે યુનિફોર્મની ખાસ ડિઝાઈન તૈયાર કરાઈ છે. સરકાર દ્વારા ગ્રીન સિગ્નલ મળે એટલે પોલીસ નવી વર્દીમાં સજ્જ હશે. સર્વેના પ્રોજેક્ટ માટે યુનિવર્સિટીના છ વિદ્યાર્થી સાથે સતત ત્રણ મહિના ઓનલાઇન અને ફિઝિકલ સર્વે કરવામાં આવ્યો છે.

યુનિફોર્મ બદલવાની જરૂર કેમ

હાલ પોલીસનો જે યુનિફોર્મ છે તે ખૂબ જ ચુસ્ત અને ટાઈટ છે. પેન્ટ પહેરી રાખવામાં પણ તકલીફ પડે છે. જવાનોને દિવસરાત ફરજ બજાવવાની હોય છએ, આવામાં આ યુનિફોર્મમાં ફરજ બજાવવી અઘરી પડે છે.

ખાસ કરીને મહિલા પોલીસ કર્મીઓને અગવડતા પડે છે. મહિલા કર્મચારીઓ માટે આ વર્દી અનકમ્ફર્ટેબલ લાગે છે. ખાસ કરીને, પ્રેગ્નન્સી, પિરિયડ તેમજ હોર્મોન્સને કારણે થતા બદલાવના સમયે. તેથી હવે મહિલા કર્મચારીઓ પ્રેગ્નન્સી અને પિરિયડસ સમયે પણ વરદી પહેરી શકે એ પ્રકારની ડિઝાઇન હશે.

નવી ડિઝાઈન કેવી હશે

સરવે બાદ બધાને એવી આતુરતા છે કે નવો યુનિફોર્મ કેવો હશે. તો આ વિશે પ્રોફેસર ભવ્યા રાણા કહે છે કે, નવા યુનિફોર્મનુ વજન ઓછું હશે. તેનું કાપડ પોલિએસ્ટર અને મિક્સ ફેબરિકનું હશે. એક નહિ, અલગ અલગ યુનિફોર્મની ડિઝાઈન તૈયાર કરાઈ છે.

જેના પર ફાઈનલ મહોર લાગે તેને એપ્લાય કરાશે. આ યુનિફોર્મ આરામદાયક હશે. તો વર્દીની સાથે બૂટની ડિઝાઈન પણ બદલાશે. હાલ બૂટ સિલેક્શનની કાર્યવાહી ચાલી રહી છે. જેના માટે વિવિધ બ્રાન્ડ્સ ચકાસવામાં આવી રહ્યાં છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને અંગ્રેજોના સમયના ગુજરાત પોલીસ યુનિફોર્મમાં થશે ફેરફાર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.