અંગ્રેજોના સમયના ગુજરાત પોલીસ યુનિફોર્મમાં થશે ફેરફાર : ગુજરાત પોલીસનાં યૂનિફોર્મમાં કલર અને ડિઝાઈન બદલાવ માટે સરકાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા પોલીસ વર્દીનાં કપડા અને કલરમાં ફેરફાર અંગેની કામગીરી હાથ ધરી છે. ગાંધીનગર સહિત 5 જીલ્લાનાં 7 હજાર પોલીસ કર્મીનો સર્વે કરવામાં આવ્યો છે.