1 ઓગસ્ટથી આ નિયમોમાં થશે ફેરફાર, તમારા ખિસ્સા પર થશે સીધી અસર

1 ઓગસ્ટથી આ નિયમોમાં થશે ફેરફાર : જુલાઈનો મહિનો પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારબાદ નવો મહિનો ઓગસ્ટ શરૂ થવાનો છે. ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો પણ આવશે. પરંતુ આ સાથે ઘણા નવા નિયમો લાગૂ થશે. હવે જુલાઈનો મહિનો પૂર્ણ થશે અને નવા મહિના ઓગસ્ટની શરૂઆત થશે.

જુલાઈનો મહિનો ખુબ મહત્વનો મામલામાં આવે છે કારણ કે આ મહિનાના અંત સુધી એટલે કે 31 જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. ઓગસ્ટની શરૂઆતથી ઘણા ફેરફાર થશે. તેવામાં તમારે આ બદલાતા નિયમો વિશે જાણવુ જરૂરી છે. જાલો જાણીએ 1 ઓગસ્ટથી ક્યા નિયમો બદલાશે.

1 ઓગસ્ટથી આ નિયમોમાં થશે ફેરફાર

જુલાઈ મહીનો હવે લગભગ સમાપ્ત થવાનો છે. એક દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થઈ જશે. દરેક મહિનાની જેમ આ મહીનાથી કેટલાક મહત્વના પરિવર્તનો થવા જઈ રહ્યા છે. આ પરિવર્તનો એવા છે જે સીધા તમારા ખિસ્સા ઉપર અસર કરશે.

આ પરિવર્તનોમાં ગેસની કિંમત, બેકિંગ સિસ્ટમ, ITR, પીએમ કિસાન સમ્માન નિધિ, પીએમ પાક વીમો યોજનામાં થનારા અપડેટ સામેલ છે. તો આવીએ જાણીએ 1 ઓગસ્ટથી ક્યા-ક્યા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે.

Bank Of Baroda એ બદલ્યો ચેક દ્વારા પેમેન્ટનો નિયમ

બેન્ક ઓફ બરોડાએ 1 ઓગસ્ટના રોજ ચેક દ્વારા પેમેન્ટ કરવાના નિયમ બદલાઈ જશે. RBIએ બેન્ક ઓફ બરોડાને ગાઈડલાઈન આપી હતી.

તેના અનુસાર 5 લાખ રૂપિયા કે તેનાથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. તેની અંતર્ગત બેન્કને ચેક સાથે જોડાયેલી જાણકારી SMS, નેટ બેન્કિંગ અથવા મોબાઈલ એપથી આપવાની હોય છે.

PM Kisan યોજના માટે KYCના નિયમ બદલાશે

PM Kisan Samman Nidhi યોજનાની KYC માટે પણ તમને 31 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. ખેડૂતો 1 ઓગસ્ટથી KYC નહી કરી શકે. ખેડૂતો પોતાના નજીકના કોમન સર્વિસ સેક્ટરની મુલાકાત લઈને પણ પોતાની ekyc કરાવી શકે છે.

આ સિવાય ઘરે બેઠા ઓનલાઈન પીએમ કિસાનની સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન ekyc કરાવી શકે છે. તમને જણાવી દઈએ કે, ખેડૂતોની સુવિધા માટે કેન્દ્ર સરકાર દ્વારા ekycની છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

તેની છેલ્લી તારીખને લંબાવીને 31 જુલાઈ કરવામાં આવી હતી. આ અગાઉ ekyc કરાવવાની છેલ્લી તારીખ 31 મે હતી.

પ્રધાનમંત્રી પાક વીમા યોજના માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે

પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા માટે તમારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં તમારા પાકનો વીમો કરાવવો પડશે. તેનું રજિસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.

આ તારીખ પછી રજિસ્ટ્રેશન નહીં થાય અને તમે આ યોજનાથી વંચિત રહી શકો છો. તમને જણાવી દઈએ કે આ રજિસ્ટ્રેશન ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકાય છે.

4 LPGની કિંમતોમાં ફેરફાર થઈ શકે

દરેક મહિનાની 1 તારીખે LPGની કિંમતમાં ફેરફાર જોવા મળે છે ત્યારે આવી સ્થિતિમાં 1 ઓગસ્ટના રોજ ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર નોંધાવાની શક્યતા છે.

કંપનીઓ આ વખતે ડોમેસ્ટિક અને કમર્શિયલ બન્ને રીતે ગેસ સિલેન્ડરની કિંમતમાં ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થયા હતા અને ડોમોસ્ટિક ગેસ સિલિન્ડરોની કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

1 ઓગસ્ટથી ભરવો પડશે દંડ

તમને જણાવી દઈએ કે જો તમે હજુ સુધી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ નથી કર્યું તો 31 જુલાઈ પહેલા કરાવી દો નહીંતર 1 ઓગસ્ટથી તમારે દંડ ભરવો પડશે. 31 જુલાઈ બાદ ITR ફાઈલ કરવા બદલ લેટ ફી આપવી પડશે.

જો આવકવેરાદાતાની કર યોગ્ય કરમ 5 લાખ રૂપિયા સુધી અથવા તેનાથી ઓછી છે તો તેને 1 હજાર રૂપિયા લેટ ફી તરીકે ચૂકવવા પડશે. જો ટેક્સપેયરની ટેક્સેબલ આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તો તેને 5 હજાર રૂપિયા લેટ ફી આપવી પડશે.

ઓગસ્ટમાં 14 દિવસ બેન્ક બંધ

ઓગસ્ટ મહિનામાં તહેવારોને કારણે રજાઓની ભરમાર છે. રક્ષાબંધન, મુહર્રમ અને ઘણા અન્ય તહેવારને કારણે 14 દિવસ બેન્ક બંધ રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે.

LPG સિલિન્ડરની કિંમત

ઓગસ્ટના મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાનો છે. ઓયલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર કરી શકે છે.

આ કંપનીઓ દર મહિનાની 1 અને 16 તારીખે એલજીપીની કિંમતોમાં ફેરફાર કરે છે. આ સિવાય PNG અને CNGની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે.

ITR ફાઇનલ ન કરવા પર દંડ

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આ અંતિમ તારીખ તે ટેક્સપેયર્સ માટે છે જેણે પોતાના એકાઉન્ટનું ઓડિટ કરાવ્યું નથી. જો તમે આ તારીખ સુધી આઈટીઆર ફાઈલ કરતા નથી તો દંડ ભરવો પડી શકે છે. આઈટીઆર ભરવામાં વિલંબ કરશો તો પાંચ હજાર સુધીનો દંડ ભરવો પડી શકે છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને હવે 0 બેલેન્સમાં પણ એકાઉન્ટમાંથી ઉપાડી શકાશે પૈસા સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.