Please wait...
Video is loading
▶️

આ દેશોમાં વિઝા વગર કરી શકાય છે ટ્રાવેલ

આ દેશોમાં વિઝા વગર કરી શકાય છે ટ્રાવેલ : જે લોકોને ફરવાનો શોખ હોય છે, તેઓ સૌથી પહેલા પોતાનો પાસપોર્ટ બનાવી લે છે, આખરે દુનિયા ફરવાની મજા જ કંઈક અલગ હોય છે, પરંતુ જો તમે અન્ય દેશની મુસાફરી કરી રહ્યા હોવ તો સામાન્ય રીતે પાસપોર્ટ સિવાય વિઝા જરૂરી હોય છે.

જેના કારણે ઘણા લોકો અન્ય દેશોમાં મુસાફરી કરવાનો આનંદ ઉઠાવી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે વિઝા વિના પણ ઈન્ડિયન પાસપોર્ટ પર દુનિયાના લગભગ 50થી વધુ દેશોની મુસાફરી કરી શકાય છે. આ દેશોમાં તમારે કોઈ પણ પ્રકારના વિઝાની જરૂર પડશે નહીં.

અમે તમને એવા 10 દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં જવા માટે તમારે વિઝાની જરૂર નહીં પડે? તમે પણ વેકેશનમાં બનાવી નાંખો પ્લાન.વિદેશમાં ફરવા જવાનું તમારું સપનું પણ આસાનીથી સાકાર થશે.

આ દેશોમાં વિઝા વગર કરી શકાય છે ટ્રાવેલ

તાજેતરમાં રિલીઝ થયેલા રિપોર્ટ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક મુસાફર ઘણા દેશોમાં વિઝા વિના એન્ટ્રી કરી શકે છે. આ દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઇથોપિયા અને યુગાન્ડા જેવા દેશોનો સમાવેશ થાય છે એટલે કે આ દેશોમાં જવા માટે તમારે એડવાન્સમાં વિઝા અપ્લાય કરવાની જરૂર પડશે નહીં.

આ યાદીમાં મિડલ ઈસ્ટના દેશો જેમ કે ઈરાન, જોર્ડન, ઓમાન અને કતારનું નામ છે, જ્યાં તમે વિઝા વિના ફરી શકો છો. એશિયાઈ દેશો જેમ કે કમ્બોડિયા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને થાઈલેન્ડ પણ આ યાદીમાં સામેલ છે.

નેપાળ અને ભૂટાન પણ આપી રહ્યા છે સુવિધા

1. તાજેતરમાં જ ભૂટાન અને નેપાળે પણ ભારતીય પાસપોર્ટ ધારક મુસાફરો માટે વિઝા ઓન અરાઈવલના બદલે વિઝાની ફ્રી ટ્રાવેલની ભેટ આપી છે. એટલે કે જ્યારે તમે આ દેશો માટે રવાના થશો તો વિઝા ઈન્ટરવ્યૂ, વિઝાની લાઈન, પેપરવર્ક કરવાની જરૂર પડશે નહીં.

આ સિવાય આ દેશોની લિસ્ટમાં કજાકિસ્તાનનું નામ પણ સામેલ છે. આ દેશમાં તમે 14 દિવસની વિઝા ફ્રી મુસાફરી કરી શકો છો. આ સાથે પોતાના બીચ માટે મશહૂર બારબોડાસ અને ફિઝી પણ આ લિસ્ટમાં સામેલ છે.

ઈન્ડિયન સેલિબ્રિટી ઘણી વખત વેકેશન એન્જોય કરવા માલદીવ જાય છે. ત્યાંના સમુદ્રી નજારા અને સુંદરતા મન મોહી લે છે. જો તમે પણ ત્યાં જવા ઈચ્છો છો તો વિઝા વિના જઈ શકો છો.

2. જો તમારો પ્રવાસ પ્લાન 14 દિવસથી વધુ ન હોય તો તમે વિઝા વગર ભૂટાનની મુસાફરી કરી શકો છો. ભારતનો સૌથી સુંદર પડોશી દેશ, વિશ્વના સૌથી સુખી દેશોમાંનો એક ભૂટાન તેની સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. તેથી તમે ભૂટાનની નજીકની વિદેશ યાત્રાનું આયોજન કરી શકો છો.

3. ફિજીમાં, તમે 120 દિવસ માટે વિઝા વગર મુસાફરી કરવાની યોજના બનાવી શકો છો. આ દેશ તમને લગભગ ચાર મહિના સુધી વિઝા વગર મુલાકાત લેવા આમંત્રણ પણ આપે છે. સુંદર મનોહર દૃશ્યો, કોરલ, લગૂન સહિત અન્ય ઘણી વસ્તુઓ છે, ફિજી ભારતીય પ્રવાસીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે અહીં તમને ઘર જેવું લાગશે.

4. બાર્બાડોસ સૌથી સુંદર કેરેબિયન દેશોમાંનો એક છે. ઉષ્ણકટિબંધીય ટાપુના શોખીન લોકો માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે. અહીં તમને વૈભવી હોટેલ્સમાં ખુબ મજા પડી જશે.જે તમને લાંબા સમય સુધી યાદ રહેશે. બાર્બાડોસ ભારતીયો માટે વિઝા-મુક્ત દેશ છે અને અહીં વિઝા વગર સતત 90 દિવસ રહી શકો છે. તેથી તમે અહીં આવવાની યોજના બનાવી શકો છો

5. Saint Vincent and the Grenadines તમે આ સુંદર ટાપુમાં વિઝા વિના 30 દિવસ સુધી રહી શકો છો. જો તમને બોટિંગનો શોખ છે, તો તમને ચોક્કસ આ સ્થળ આનંદદાયક લાગશે. આ ઉપરાંત, ઘણા સુંદર ટાપુઓ છે જે તમે રોકાવા માટે પણ બુક કરી શકો છો.

6. ત્રિનિદાદ અને ટોબેગો એક ટાપુ દેશ છે, જ્યાં મુસાફરી એક અલગ જ અનુભવ આપશે. ઉપરાંત, તમે અહીં 90 દિવસ માટે વિઝા વિના મુસાફરી કરી શકો છો. તે પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ માટે એક આદર્શ સ્થળ છે. અહીં પક્ષીઓની આશ્ચર્યજનક વિવિધતા અને વધુ છે.

8. જમૈકા એવો બીજો દેશ છે જ્યાં ભારતીય પાસપોર્ટ ધારકોને વિઝા-મુક્ત મુસાફરી કરવાની છૂટ છે. તમે અહીં પર્વતો, વરસાદી જંગલો, ટાપુઓ અને ઘણું બધું અનુભવો છો. અહીં કેટલીક ખૂબ જ પ્રખ્યાત લક્ઝરી પ્રોપર્ટી જોવા મળી શકે છે.

9. ભલે કઝાકિસ્તાનને રેગ્યુલ ટ્રાવેલ તરીકે જોવામાં આવતું નથી. પરંતુ અહીંનો અનુભવ ચોક્કસપણે યાદગાર સાબિત થશે. આ દેશ ભારતીયોને વધુમાં વધુ 14 દિવસ માટે વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે અને તેના સુંદર કુદરતી દૃશ્યો અને સ્થાપત્ય તમને આશ્ચર્યમાં મૂકી દેશે. અલ્માટી ભારતીયો માટે અહીંનું લોકપ્રિય સ્થળ છે.

10. તમે મોરેશિયસમાં વિઝા વિના વધુમાં વધુ 90 દિવસ રહી શકો છો. તે ભારતીયો માટે સૌથી ફ્રેન્ડલી દેશોમાંનો એક છે. સુંદર બીચથી લઈને ઉષ્ણકટિબંધીય જંગલો સુધી, તમે અહીં પ્રકૃતિની આનંદ અનુભવશો.

11. નેપાળ એક બીજું રાષ્ટ્ર છે જે ભારતીયો માટે વિઝા મુક્ત દેશ છે અને સૌથી સુંદર પડોશીઓમાંનો એક છે. હિમાલયની સુંદરતાથી લઈને વિશ્વના કેટલાક સૌથી અદભૂત પર્વતીય લેન્ડસ્કેપ્સ અને ટ્રેકિંગ વિકલ્પો છે.

સેન્ટ કિટ્સ અને નેવિસ આ દેશ તમને સતત 90 દિવસ સુધી વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જે વિશ્વના કેટલાક સૌથી સુંદર બીચ માટે જાણીતું છે. ભારતમાંથી ભાગ્યે જ કોઈ અહીં મુસાફરી કરવા આવે છે, તેથી અહીં રજાઓ ગાળીને, તમે તમારા પ્રવાસને યાદગાર બનાવી શકો છો.

વિશ્વના એવા દેશો જ્યાં ભારતીયો વિઝા વગર મુસાફરી કરી શકે

તમે આફ્રિકન દેશોમાં જવા ઈચ્છો છો તો વિઝા વિના તમે મોરેશિયસ, સેનેગલનો પ્રવાસ કરી શકો છો.આપણે બધા એક વખત વિદેશ પ્રવાસ કરવાનું સપનું જોતા હોઈએ છીએ. ઘણા લોકો તેમના પાસપોર્ટ પણ તૈયાર કરાવે છે, તેમ છતાં ભારતની બહાર મુસાફરી કરવાનું તેમનું સપનું સ્વપ્ન જ રહે છે.

પરંતુ જો અમે તમને એવા 10 દેશો વિશે જણાવીએ જ્યાં જવા માટે તમારે વિઝાની જરૂર નહીં પડે તો? જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ છે, તો તમે વિઝા વિના આ 10 દેશોમાં જઈ શકો છો.

વિઝાની કોઈ જરૂર નથી અને તમે કોઈપણ આયોજન વિના સરળ મુસાફરી કરી શકો છો. ચાલો જાણીએ આવા જ કેટલાક સુંદર દેશો વિશે, જ્યાં વિઝા વિના આરામથી પ્રવાસ કરી શકાય છે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આ દેશોમાં વિઝા વગર કરી શકાય છે ટ્રાવેલ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment