ખેડૂતો માટે પંપ સહાય યોજના 

Published On 14/03/2023  by Gujju online 

પં૫સેટ સહાય યોજના ખેડૂતો માટે આ યોજના બહાર પાડેલ છે.  

પં૫સેટ સહાય યોજના ફકત આણંદ, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, નર્મદા, તાપી, વડોદરા, પંચમહાલ, ખેડા જિલ્લાઓ માટે જ અમલમાં છે.

ખેડૂતો લાભાર્થીઓને મહત્તમ 10 HP સુધીના પંપસેટની કિંમતના 50 % કે વધુમાં વધુ રૂ.15000/-ની મર્યાદા સહાય મળશે.

Pumpset sahay yojana લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર જરુરી છે.

આ યોજનામાં વાવેતર કર્યાના બીજાવર્ષે સહાય મળવાપાત્ર થશે.

ગુજરાતના ખેડૂતો Bagayati Kheti તરફ આકર્ષાઈ તે હેતુથી આ સાધન સહાય આપવામાં આવે છે. 

ગુજરાતના કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સંલગ્ન Bagayati Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.