બિપોરજોય વાવાઝોડું : જાણો વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ?

બિપોરજોય વાવાઝોડું : જાણો વાવાઝોડુ આવે તો શું કરવું ? શું ન કરવુ? : ગુજરાત પર હાલ બિપોરજોય વાવાઝોડુ આવવાનો ખતરો તોળાઇ રહ્યો છે. ત્યારે લોકોમા વાવાઝોડામા શું કરવુ ? શું ન કરવુ ? તકેદારીના શું પગલા લેવા તે બાબતે જાગૃતતા ફેલાય તે માટે સરકારશ્રીના ડીઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી ગાઇડલાઇન બહાર પાડવામા આવી છે. ચાલો જાણીએ શું તકેદારી ના પગલા લેવા.

બિપોરજોય વાવાઝોડું :  વાવાઝોડુ આવે તો શું કરવું ?

 • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો અને સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહો. આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો, બેટરીથી ચાલતા રેડીયો વાપરવા સલાહભર્યું છે.
 • જો પાક લણણી માટે તૈયાર હોય તો ઊભા પાકને સમયસર લણી લઈ સલામત સ્થળે રાખો જેથી પૂરથી તેને નુકસાન થતું અટકે.
 • જો આપ જોખમી વિસ્તારમાં રહેતા હો તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમયે જ સ્થળાંતર કરવું સલાહભર્યું છે.
 • માછીમારોએ દરિયામાં જવું નહીં, સલામત સ્થળે બોટને લાંગરવી.
 • દરિયા, કાંઠાના અગરીયાઓએ સલામત સ્થળે બોટને લાંગરવી.
 • સ્થળાંતર સમયે ગભરાટ કર્યા વગર આપના સામાન તેમજ ઢોર-ઢાંખરની સલામતીનું ધ્યાન રાખો. શાંત રહો, ગભરાટ કરશો નહીં.
 • ઘરના સભ્યો અને ખાસ કરીને બાળકોમાં વાવાઝોડા અને તેની અસરો તેમજ સલામતીના પગલાં વિશે ચર્ચા કરો જેથી કટોકટીના સમયે કોણે શું કરવું તેનું તેઓને જ્ઞાન રહે, આમ કરવાથી તેઓનો ભય દૂર થશે અને આપત્તિ સમયે ઝડપથી સલામતીભર્યા પગલાં લેવાની સુઝ વિકસશે. આપના આવાસની મજબૂતીની ખાતરી કરી લો, અને બાંધકામને લગતી, ક્ષતિઓ, દૂર કરવાનો પ્રયત્ન કરો.
 • આપના અગત્યના દસ્તાવેજો, આપના ફોટોગ્રાફ સાથેના ઓળખપત્રો તેમજ બ્લડ ગ્રુપની માહિતી સાથે રાખો જેથી ઈજા પામવા, ગુમ થવા કે મૃત્યુ પામવાના કિસ્સામાં ઓળખ શક્ય બને, આપની પાસે ફાનસ, ટોર્ચ અને વધારાની બેટરી રાખો, ધાબળા, કપડા અને પ્રાથમિક સારવારની કિટ સાથે રાખો.
 • બિમાર વ્યક્તિઓ અને બાળકો માટે ખોરાક, પાણી અને દવાઓની લગભગ સાતેક દિવસ ચાલે તેવી, વ્યવસ્થા રાખો.
 • કેટલાક લાકડાના પાટીયાઓ રાખો જેથી બારીઓમાં જડી શકાય.
 • વૃક્ષોના સુકા અને રોગયુક્ત ભાગો કાપી નાખો જેથી ફૂંકાતા પવનને લીધે તેઓના પડી જવાથી થતું નુક્શાન અટકી શકે, નબળી ડાળીઓ પણ કાપી નાખો.
 • વાહનો ચાલી શકે, તેવી સ્થિતિમાં રાખો.
 • જરૂરી અને કિંમતી સામાન પ્લાસ્ટીકમાં પેક કરી શકાય તેમ હોય તો ઉપરના માળે ખસેડી લેવો.

4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે 10, 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

બિપોરજોય વાવાઝોડું : શું નકરવું જોઈએ ?

 • ઘરના તમામ બારી બારણાં બંધ કરી દેવા.
 • વાવાઝોડાના સમયે બહાર નીકળવાનું સાહસ કરવું નહીં.
 • વાવાઝોડા સમયે રેલ મુસાફરી કે દરિયાઇ મુસાફરી હિતાવહ નથી.
 • બહુમાળી મકાનો ઉપર કે મકાનોની છત ઉપર રહેવાનું ટાળો, બને ત્યાં સુધી મેદાનમાં કે તેની આસપાસ રહો.
 • માછીમારોને દરિયામાં ન જવા અને પોતાની હોડી સલામત સ્થળોએ બાંધી રાખવી જોઈએ. અગરીયાઓ કે, અગરો છોડી સલામત જગ્યાએ આશ્રય લેવો,
 • ઝાડ હેઠળ કે જૂના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળો,
 • વીજળીના તાર કે, વીજ ઉપકરણોને અડશો, નહીં, વીજળીના થાંભલાથી દૂર રહો.
 • વીજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી દેવા.
 • ટેલીફોન દ્વારા શક્ય હોય તો કંટ્રોલ રૂમમાંથી સાચી માહિતી મેળવવી અને અફવાઓથી દૂર રહેવું.

વાવાઝોડુ બિપોરજોય ડીપ ડિપ્રેશન બન્યું છે

ઓમાન તરફ જતા વાવાઝોડાની ગતી 125 કિમી પ્રતિકલાક સુધી જશે. તેમજ વાવાઝોડાની અસરો પશ્ચિમ દક્ષિણ સૌરાષ્ટ્રના વધુ જોવા મળશે. તથા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની પણ સંભાવના રહેશે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

વાવઝોડાની અસર મુંબઈ મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. સાથે જ 15 જૂન સુધીમાં દેશના કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળશે. તથા ઊંચા મોજા દરિયામાં ઉછળતા દરિયો ન ખેડવા માછીમારોને સલાહ આપવામાં આવી છે.

આઇએમડીએ તેની તાજેતરની આગાહીમાં જણાવ્યું છે કે ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ આગામી 12 કલાક દરમિયાન અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતાં પહેલાં તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.

વાવાઝોડા પછી શું કરવું ? શું ન કરવું ?

 • કાટમાળમાંથી ચાલતી વખતે તુટેલા કાચના ટુકડા કે પતરા જેવી વસ્તુઓ તેમજ સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી સાવધાન રહો.
 • સ્થાનિક અધિકારીઓની સૂચના પ્રમાણે વર્તો.
 • બહાર નીકળતા પહેલાં વાવાઝોડું પસાર થઈ ચુક્યું છે, તેની ખાતરી કરીને જ બહાર નીકળવું. રેડીયો કે ટી.વી. ઉપર સલામતીનો સ્પષ્ટ સંદેશો આવે ત્યાં સુધી રાહ જુઓ,
 • તત્કાલ રાહત ટુકડી પહોંચવાની રાહ જુઓ.
 • પૂરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહો.
 • માછીમારોએ દરિયામાં જતાં પહેલાં અન્ય ૨૪. ક્લાક સુધી રાહ જોવી હિતાવહ છે.
 • લોકોની મદદ માટે આપનાથી બનતી સેવા કરો જેવી કે :
 • ઘર છોડીને ગયેલા લોકોને પાછા લાવવા મદદ કરો અને તેમના જાનમાલના નુકસાનની
 • માહિતી ભેગી, કરો.
 • ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર પૂરી પાડો,
 • કાટમાળમાં ફસાયેલાઓનો તાત્કાલિક બચાવ કરો.
 • રક્તદાન કરવા તૈયાર રહો.
 • કાટમાળના નિકાલની, વ્યવસ્થા કરો જેથી, સ્થિતિ ઝડપથી, સામાન્ય બની શકે.
 • ભયજનક, અતિ નુકસાન પામેલ મકાનને તાત્કાલિક ઉતારી લેવા,

આજે બિપોરજોય વાવાઝોડું ભૂક્કા બોલાવશે

હવામાન વિભાગે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, અતિ ગંભીર ચક્રવાત ‘બિપોરજોય’ ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. તે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે તેવી અપેક્ષા નથી. હિમાચલ પ્રદેશમાં સોમવારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે.

ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ઓખા, નલિયા, માંડવી સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાનું અનુમાન છે. આ સાથે વરસાદ પણ થશે. જેના કારણે તમામ પોર્ટ પર બે નંબરનું સિગ્નલ લગાવી દીધું છે. વાવઝોડાની ગતિવિધીને લઈને હવામાન વિભાગ દ્વારા સરકારને પળેપળનો રિપોર્ટ આપી રહ્યા છે. સરકાર દ્વારા તંત્ર એલર્ટ રહેવા માટે સૂચના આપી છે.

Important Link

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ અહિ કલીક કરો
બિપોરજોય વાવાઝોડુ લેટેસ્ટ અપડેટ અહિં ક્લીક કરો
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ અહિં ક્લીક કરો
વધુ માહિતી માટે અહિં ક્લીક કરો

આ પણ વાંચો,

આજે બિપોરજોય વાવાઝોડું ભૂક્કા બોલાવશે

બિપોરજોય વાવાઝોડું આટલા કિમી દૂર છે

ગુજરાતમાં ફરી વાવાઝોડુંનું આગમન

ગુજરાતના આ ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ વેટીંગ લિસ્ટ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને બિપોરજોય વાવાઝોડુ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.