Happy Yoga Day In Gujarati। યોગા દિવસની હાર્દિક શુભકામના 2023

Are You Looking Happy Yoga Day in Gujarati। શું તમે યોગા દિવસની હાર્દિક શુભકામના પાઠવવા માંગો છો? તો તમારા માટે અહીં યોગા દિવસની હાર્દિક શુભકામના પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.

Happy Yoga Day in Gujarati: તમે Wish You Happy Yoga Day મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની યોગા દિવસની હાર્દિક શુભકામના ગુજરાતી આપી શકો છો.અહીંથી તમને યોગા દિવસની હાર્દિક શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.

Happy Yoga Day ની આ પોસ્ટ તમને શુભેચ્છા સંદેશાઓ મોકલવામાં મદદ રૂપ થશે. Here we are providing Happy Yoga Day Wishes in Gujarati, Yoga Day SMS in Gujarati, Yoga Day Quotes in Gujarati, યોગા દિવસની શુભેચ્છા, અને  Yoga Day Status Gujarati 2023

યોગા દિવસનું મહત્વ

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે.

બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ લો. આગમાં હાથ નાખવાથી હાથ બળશે જ, આ કોઈ વિશ્વાસ કરવાની વાત નથી. ‘યોગ ધર્મ, આસ્થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક સરળ વિજ્ઞાન છે. પ્રાયોગિક વિજ્ઞાન છે. યોગ છે જીવન જીવવાની કળા.

યોગ એક પૂર્ણ ચિકિત્સા પધ્ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે – રાજપથ. ધર્મ એક એવુ બંધન છે જે બધાને એક ખૂંટીએ બાંધે છે અને યોગ બધા પ્રકારના બંધનોથી મુક્તિનો માર્ગ બતાવે છે – ઓશો.

પાતંજલિએ ઈશ્વર સુધી, સત્ય સુધી, સ્વયં સુધી, મોક્ષ સુધી કહો કે પૂર્ણ સ્વાસ્થ્ય સુધી પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે. તમે ફક્ત એક સીડી ચઢશો તો બીજી માટે જોર નહી લગાડવો પડે, ફક્ત પહેલા પર જ જોર આપવો પડશે. પહેલ કરો. જાણી લો કે યોગ તેની પરમ શક્તિની તરફ ધીરે ધીરે વધવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તમે જો ચાલી નીકળ્યા છો તો પહોંચી જ જશો.

જેમ બહારની વિજ્ઞાનની દુનિયામાં આઈંસ્ટાઈનનુ નામ સર્વોપરિ છે, તેવી જ રીતે મનની અંદરની દુનિયાના આઈંસ્ટાઈન છે પાતંજલિ. જેવી રીતે પર્વતોમાં હિમાલય શ્રેષ્ઠ છે, તેવી જ રીતે બધા દર્શનો, વિધિઓ, નીતિઓ, નિયમો, ધર્મો અને વ્યવસ્થાઓમાં યોગ શ્રેષ્ઠ છે.

Happy Yoga Day In Gujarati

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day 2022 )દર વર્ષે 21મી જૂને ઉજવવામાં આવે છે. વિશ્વ આ વર્ષે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવશે. દર વર્ષે આ દિવસે લોકો મોટી જગ્યાઓ પર ભેગા થાય છે અને સાથે યોગ કરે છે.

યોગના ઘણા ફાયદાઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. દરરોજ યોગ કરવાથી તમારા જીવન પર સકારાત્મક અસર પડે છે. યોગ તણાવ અને ચિંતાને દૂર કરવામાં પણ મદદ કરે છે. સ્થૂળતાથી છુટકારો મેળવવા માટે યોગ  સૌથી સરળ ઉપાય છે.

આ સાથે તે અનેક રોગો અને બીમારીઓથી છુટકારો મેળવવામાં પણ ફાયદાકારક છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી થઈ હતી. 27 સપ્ટેમ્બર 2014ના રોજ યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં, તેમણે યોગનો ઉલ્લેખ કરતા સાથે મળીને યોગ કરવાની વાત કરી હતી. જે પછી 11 ડિસેમ્બર 2014ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જાહેરાત કરી કે તે 21 જૂને યોજાશે. ત્યા

રબાદ 2015થી સમગ્ર વિશ્વમાં 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જો કે યોગ કોઈપણ દિવસે કરી શકાય છે, પરંતુ દરેકને એક સાથે જોડવા માટે 21 જૂન નક્કી કરવામાં આવ્યું હતું. આ ખાસ દિવસ માટે આ તારીખ પસંદ કરવાનું એક ખાસ કારણ પણ છે.

વાસ્તવમાં 21મી જૂન એ વર્ષનો સૌથી લાંબો દિવસ છે. આ દિવસે સૂર્ય વહેલો ઉગે છે અને મોડો આથમે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્યની તેજ સૌથી વધુ અસરકારક હોય છે, અને પ્રકૃતિની સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે.

ભારત સહિત વિશ્વભરમાં 21 જૂને યોગ દિવસને તહેવાર ઊજવવામાં આવે છે. 21 જૂન ની એક વિશેષતા એ છે કે એ વર્ષના દિવસોમાં સૌથી લાંબો દિવસ હોય છે અને યોગના નિરંતર અભ્યાસથી વ્યક્તિને લાંબું જીવન મળે છે. એટલે આ દિવસે યોગ દિવસના રૂપમાં ઊજવવાનો નિર્ણય કર્યો હતો.

નિયમિત યોગ કરવાથી મન અને તનનો વિકાસ થાય છે અને ઘણા શારીરિક ફાયદા થાય છે. કોઈ તાલીમ પામેલા યોગ શિક્ષકની પાસે યોગ શીખવા અને તેની નિયમિત પ્રેક્ટીસ કરવી ખુબ જરૂરી છે. કોઈ રોગ થયેલો હોઈ તો ડોક્ટર અને યોગ શિક્ષકની સલાહ ખુબ જરૂરી છે.

આંતરરષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત કેવી રીતે થઈ?

21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે અપનાવવાનો ઠરાવ ભારતના રાજદૂત અશોક કુમાર મુખર્જીએ રજૂ કર્યો હતો. આ ઠરાવને ભારતીય સોફ્ટ પાવર માટે વિજયી ક્ષણ તરીકે જોઈ શકાય છે કારણ કે તેને 177 રાષ્ટ્રો તરફથી સમર્થન મળ્યું છે, જે યુએનના કોઈપણ ઠરાવ માટે સહ-પ્રાયોજકોની સૌથી વધુ સંખ્યા છે.

હાલમાં, કેનેડાથી યુએસએ સુધીના દેશો આ ઇવેન્ટમાં ભાગ લે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2014માં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

યોગની સાર્વત્રિક અપીલને માન્યતા આપતા, 11 ડિસેમ્બર 2014ના રોજ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે ઠરાવ 69/131 દ્વારા 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કર્યો.

Yoga Day Quotes in Gujarati

તમને જણાવી દઈએ કે, સામાન્ય સભાના 69મા સત્રની શરૂઆત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં સૌપ્રથમ આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું: “યોગ એ આપણી પ્રાચીન પરંપરાની અમૂલ્ય ભેટ છે. યોગ મન અને શરીર, વિચાર અને ક્રિયાની એકતાને મૂર્તિમંત કરે છે…

એક સર્વગ્રાહી અભિગમ [જે] આપણા સ્વાસ્થ્ય અને આપણી સુખાકારી માટે મૂલ્યવાન છે. યોગ એ માત્ર કસરત જ નથી; તે પોતાની જાત, વિશ્વ અને પ્રકૃતિ સાથે એકતાની ભાવના શોધવાનો એક માર્ગ છે.

યોગા દિવસની શુભેચ્છાઓ

Happy Yoga Day In Gujarati। યોગા દિવસની હાર્દિક શુભકામના
Happy Yoga Day In Gujarati। યોગા દિવસની હાર્દિક શુભકામના

નથી થતી એમને
ક્યારેય કોઈ બીમારી,
જીવનમાં રોજ યોગ કરવાની
જે કરે છે સમજદારી !!
|| વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ ||

સવાર હોય કે સાંજ
રોજ કરતા રહેજો યોગ,
નજીક નહીં આવે તમારી
ક્યારેય કોઈ રોગ !!
|| યોગ દિવસની હાર્દિક શુભેચ્છાઓ ||

યોગ માનવના શરીર,
મન અને આત્માને ઉર્જા,
શક્તિ અને સુંદરતા પ્રદાન કરે છે.
યોગ દિવસની શુભકામના.

Wishes for Yoga Day in Gujarati

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
બીમારી દૂર કરે તે યોગ છે,
શરીરને સ્વસ્થ બનાવે તે યોગ છે,
શરીરની ઉર્જા વધારે તે યોગ છે,
જીવનને સુખી બનાવે તે યોગ છે.

સ્વસ્થ જીવન જીવવું હોય તો યોગ એ રોગમુક્ત જીવનની ચાવી છે.
હેપ્પી યોગ દિવસ.

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
શાંતિની પ્રાપ્તિ સારા સ્વાસ્થ્યથી થાય છે,
યોગ દ્વારા સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે.

Quotes for Yoga Day in Gujarati

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
જે કરે યોગ તેને ના સ્પર્શે રોગ,
યોગ કરો, પવિત્ર બનો,
જીવનને સાર્થક બનાવો.

આરોગ્ય એ સૌથી મોટી ભેટ છે,
સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે,
તે યોગ દ્વારા મળે છે.
હેપ્પી યોગ દિવસ.

સવાર હોય કે સાંજ રોજ કરો યોગ,
તમારી નજીક નહીં આવે ક્યારેય કોઈ રોગ.
21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ.

યોગા દિવસનો ઇતિહાસ

યોગ એક એવી પ્રક્રિયા છે જેમાં માણસ પોતાના મન, શરીર અને આત્માને એકસાથે લાવવાનો પ્રયાસ કરે છે.  યોગ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે મળવું અથવા એક થવું.  યોગની ઉત્પત્તિ ભારતીય સંસ્કૃતિમાંથી થઈ છે.  લગભગ 5000 વર્ષ પહેલાથી લોકો યોગાભ્યાસ કરતા આવ્યા છે.  યોગમાં મુખ્યત્વે શારીરિક તંદુરસ્તી હોતી નથી;

યોગમાં, લોકો માનસિક ધ્યાન અને શ્વાસ લેવાની પદ્ધતિઓ દ્વારા તેમના શરીર અને મનને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરે છે.  જો પુરૂષો યોગ શીખવે છે, તો તેઓ યોગી કહેવાય છે, અને જો સ્ત્રીઓ શીખવે છે, તો તેઓ યોગિની કહેવાય છે.  યોગ સૂત્ર એ 2000 વર્ષ જૂનું પુસ્તક છે.  આ એકમાત્ર પુસ્તક છે જેમાં યોગના લેખિત પુરાવા મળ્યા છે.

આ પુસ્તક યોગ વિશેનું સૌથી જૂનું પુસ્તક છે.  આ પુસ્તકમાં યોગિક ફિલસૂફીનું વર્ણન કરવામાં આવ્યું છે.  કેવી રીતે કોઈ વ્યક્તિ તેમના મન, તેમની લાગણીઓને નિયંત્રિત કરી શકે છે અને આધ્યાત્મિકતામાં ભળી શકે છે તે વિશે ઘણી બધી પદ્ધતિઓ જણાવવામાં આવી છે.

યોગને છ શાખાઓમાં વિભાજિત કરવામાં આવે છે, જેમ કે હઠ યોગ, રાજયોગ, કર્મ યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, તંત્ર યોગ.  સહસ્રામ ચક્ર, આજ્ઞા ચક્ર, વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર, મણિપુરા ચક્ર, સ્વધિષ્ઠાન ચક્ર, મૂલાધાર ચક્ર નામની યોગ શૈલીના સાત ચક્રો પણ છે.

યોગના કુલ 13 પ્રકાર છે: કુંડલિની યોગ, વિન્યાસ યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ, યિન યોગ, આયંગર યોગ, બિક્રમ યોગ, પાવર યોગ, શિવાનંદ યોગ, પુનઃસ્થાપન યોગ, પ્રિનેટલ યોગ, એરિયલ યોગ, એક્રો યોગ.

Happy Yoga Day In Gujarati। યોગા દિવસની હાર્દિક શુભકામના
Happy Yoga Day In Gujarati। યોગા દિવસની હાર્દિક શુભકામના

યોગા દિવસની હાર્દિક શુભકામના

દુનિયાના બધા ધર્મો આ ચિત્ત પર જ કબ્જો મેળવવા માંગે છે, તેથી એમને જુદા જુદા નિયમો, ક્રિયા કાંડ, ગ્રહ-નક્ષત્ર અને ઈશ્વરના પ્રત્યે ભયને ઉત્પન્ન કરીને લોકોને પોતપોતાના ધર્મો સાથે બાંધી રાખ્યા છે. પાતંજલિનુ કહેવુ છે કે આ ચિત્તને જ પૂરી કરો.

યોગ વિશ્વાસ કરવાનુ નથી શીખવાડતુ કે નથી શંકા કરવાનુ. વિશ્વાસ અને શંકાના વચ્ચેની અવસ્થા સંશયનો તો યોગ વિરોધી છે. યોગ કહે છે કે તમારામાં જાણવાની ક્ષમતા છે તેનો ઉપયોગ કરો.

તમારી આંખો છે તેનાથી બીજુ પણ કશુ જોઈ શકાય છે, જે સામાન્ય રીતે દેખાતુ નથી. તમારા કાન છે તેનાથી એ પણ સાંભળી શકાય છે જેને અનાહત કહે છે. અનાહત મતલબ એવી ધ્વનિ જે કોઈ સંઘાતથી નથી જન્મી, જેને જ્ઞાની લોકો ઓમ કહે છે, એ જ આમીન છે, એ જ ઓમીન અને એ જ ઓમકાર છે.

તો સૌ પહેલા તમે તમારી ઈન્દ્રિઓને બળવાન બનાવો. શરીરને ચંચળ બનાવો. અને આ મનને પોતાના ગુલામ બનાવો. અને આ બધુ કરવુ સરળ છે – બે દુ ચાર ની જેમ.

યોગ કહે છે કે શરીર અને મનનુ દમન નથી કરવાનુ, પણ આનુ રૂપાંતર કરવાનુ છે. આના રૂપાંતરથી જ જીવનમાં બદલાવ આવશે. જો તમને લાગે છે કે હું મારી આદતો નથી છોડી શકતો, જેનાથી હું કંટાળી ગયો છુ તો ચિંતા ન કરો. આ આદતોમાં એક ‘યોગ’ને પણ જોડી દો અને એકદમ પાછળ પડી જાવ. તમે ન ઈચ્છતા હોય તો પણ પરિણામ તમારી સમક્ષ આવશે.

વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

પપ્પા ને જન્મદિવસ ની શુભકામના

ભાઈ ને જન્મ દિવસની શુભકામના

જન્મ દિવસની શુભકામના બહેન

મમ્મી ને જન્મ દિવસની શુભકામના

હોળીની હાર્દિક શુભકામના

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Happy Father Day in Gujarati । પિતા દિવસની હાર્દિક શુભકામના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.