Please wait... Video is loading
▶️

ખેડુતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં ધોધમાર વરસાદ

ખેડુતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં ધોધમાર વરસાદ : રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 4 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ રહેશે જ્યારે 4 અને 5 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ રહેશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે.

ખેડુતો માટે ચિંતા જનક આગાહી

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4,  અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મધ્યમ વરસાદ પડશે જ્યારે દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ , નવસારી અને વલસાડમાં તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

અંબાલાલે કહ્યું આ તારીખોમાં ધોધમાર વરસાદ

બનાસકાંઠા, સાબરકાંઠા,પંચમહાલ તેમજ અરવલ્લીના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે તેમજ  વડોદરા સહિત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટના કેટલા ભોગોમાં પણ ભારે વરસાદીની આગાહી અંબાલાલ પટેલે કરી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ કહ્યું કે,’ગુજરાતમાં આવનારાં 4-5 દિવસોમાં વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર-કચ્છનાં વિસ્તારમાં ઓછો વરસાદ પડશે પરંતુ બાકીનાં વિસ્તારમાં 4 અને 5 ઑગસ્ટનાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કહ્યું કે   પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશનની સ્થિતિ હોવાને લીધે ગુજરાતમાં હાલમાં પવનની ઝડપ ઘણી વધારે છે. જેના લીધે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.’

5 દિવસ હળવા થી મધ્યમ વરસાદની આગાહી: હવામાન વિભાગ

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગામી 5 દિવસની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદ તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારી મનોરમાં મોહંતીએ જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી વરસાદ નહીં આવે તેમજ દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે તેમજ આગામી 5 દિવસ ફિશરમેન વોર્નિંગ રહેશે. સીઝનના વરસાદ સામે 65 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલે આપી ચેતવણી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપુર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે,  2-3 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં ટર્ફ સર્જાશે જેને લઈ  ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં થઈને ગુજરાતમાં વરસાદનું જોર રહેશે.

તેમણે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં  વરસાદ રહેશે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2થી 5 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે.

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ખેડુતો માટે ચિંતા જનક આગાહી, અંબાલાલે કહ્યું આ તારીખોમાં ધોમધર વરસાદ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.