આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ : ભારતનું પ્રથમ સોલર મિશન આદિત્ય L1 લોન્ચિંગ માટે તૈયાર

આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ :  ચન્દ્રયાન ના સફળ લેન્ડીંગ સાથે ભારતે અને ઇસરો એ વિશ્વમા ડંકો વગાડી દિધો છે. ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે વિશ્વના અન્ય દેશોની સરખામણીમા ઘણુ આગળ નીકળી ગયુ છે. ચન્દ્રયાન ની સફળતા બાદ ઇસરો હવે મિશન સૂર્ય એટકે જે ADITY L1 લોંચ કરવા જઇ રહ્યુ છે.

આ મિશન પૃથ્વી થી 15 લાખ કીમી દૂર જનાર છે. અને ત્યા રહીને સૂર્યની ગતિવિધીઓ વાતાવરણ અને અન્ય અવકાશી સંશોધન કરનાર છે. આદિત્ય L1 મિશનને લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. મિશન 2 સપ્ટેમ્બરે સવારે 11:50 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી લોન્ચ કરાશે. આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ

આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ

આદિત્ય L1 મિશન લાઇવ અપડેટ્સ: પ્રોફેસર રમેશ આર આ અંગે જણાવી રહ્યા છે કે કેવી રીતે CME પૃથ્વીની નજીકના ઉપગ્રહોને અસર કરે છે “સામાન્ય રીતે, દરરોજ બે થી ત્રણ CME હોઈ શકે છે, પરંતુ જ્યારે વધુ સનસ્પોટ હોય ત્યારે આ સંખ્યા દરરોજ 11 થી 12 સુધી પણ જઈ શકે છે.

તેથી, સૌર વાતાવરણ અને તેના ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારોને સમજવું જરૂરી બની જાય છે, તેથી અમે આ જ્વાળાઓની આગાહી કરવાની રીતો જાણી શકીએ છીએ. ચંદ્ર પર ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ હવે ઈસરોએ મિશન સૂર્ય એટલે કે આદિત્ય-એલ1 લોન્ચ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ

આદિત્ય L1 લોન્ચિંગ તારીખ

તેને 2જી સપ્ટેમ્બર એટલે કે શનિવારે લોન્ચ કરવામાં આવનાર છે. ઈસરોના વડા એસ સોમનાથે આ અંગે જણાવ્યું હતું કે આજથી ADITY L1 ના લોન્ચીંગનુ કાઉન્ટડાઉન શરૂ થશે. દરમિયાન, ભારતના આ સૂર્ય મિશનમા ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં લોકો રાહ જોઇ રહ્યા છે.

લોકો આ મિશનનુ લોન્ચીંગ જોવા માટે ખૂબ રાહ જોઈ રહ્યા છે. સૂર્ય મિશન લોન્ચીંગ લાઇવ આદિત્ય L-1નું લોન્ચિંગ ક્યારે અને ક્યાં જોઈ શકાય તેની માહિતી મેળવીશુ.

ISROના આ મહત્વકાંક્ષી મિશનને PSLV-XL રોકેટની મદદથી 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગના ઠીક 127 દિવસ પછી તે પોતાના પોઈન્ટ L1 સુધી પહોંચશે. આ પોઈન્ટ પર પહોંચ્યા બાદ Aditya- L1 ઘણાં જ મહત્વના ડેટા મોકલવાનું શરુ કરી દેશે.

સફળ પ્રક્ષેપણ માટે સૂર્ય નમસ્કાર અને વિશેષ પૂજા કરવામાં આવી

ઈસરોના આદિત્ય L1 મિશનના સફળ પ્રક્ષેપણ માટે દૂન યોગ પીઠના કેન્દ્રો પર આધ્યાત્મિક ગુરુ આચાર્ય બિપિન જોશીની હાજરીમાં સૂર્ય નમસ્કાર અને વિશેષ પૂજા કરવામાં આવી હતી. જે બાદ ત્રણ કે ચાર ઓર્બિટ મેન્યૂવર કરીને સીધું જ ધરતીના સ્ફેયર ઓફ ઈન્ફલૂઅન્સ (SOI)થી બહાર આવશે.

ફરી શરુ થશે ક્રૂઝ પેજ. જે થોડું લાંબુ ચાલશે. આદિત્ય એલ-1 મિશન સૂર્યના અવલોકન માટે ISROનો પહેલો ડેડિકેટેડ અંતરિક્ષ મિશન થવાનું છે. લોન્ચ માટેની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

રોકેટ અને સેટેલાઈટ તૈયાર છે. લોન્ચ માટેનું રિહર્સલ લગભગ પુરું થઈ ગયું છે. આદિત્યા L-1એ ISROના સૌથી વિશ્વાસપાત્ર રોકેટ PSLV-C57 ધરતીના લોઅર અર્થ ઓર્બિટમાં છોડશે.

દેશના પ્રથમ સૂર્ય મિશનની સફળતા માટે વારાણસીમાં હવન કરવામાં આવ્યો

ભારતનું પ્રથમ સૂર્ય મિશન આદિત્ય L1 આજે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોના આ મિશનની સફળતા માટે વારાણસીમાં હવન કરવામાં આવી રહ્યો છે.

આદિત્ય L1ને હેલો ઓર્બિટમાં મુકવામાં આવશે. જ્યાં L1 પોઈન્ટ હોય છે. આ પોઈન્ટ સૂરજ અને ધરતી વચ્ચે સ્થિત હોય છે. પરંતુ સૂરજથી ધરતીના અંતરની તુલનાએ માત્ર 1 ટકા છે. આ યાત્રામાં તેને 127 દિવસ લાગશે. જે કઠિન એટલા માટે ગણાય છે કે કેમકે તેનાથી બે મોટા ઓર્બિટમાં જવાનું છે.

સૂરજમાંથી કેમ સતત આગ નીકળે છે?

સૂરજનું કેન્દ્ર એટલે કે કોરમાં ન્યૂક્લિયર ફ્યૂઝન હોય છે. તેથી સૂરજ ચારેબાજુ આગ ઓકતો દેખાય છે. સપાટીથી થોડું ઉપર એટલે કે ફોટોસ્ફેયરનું તાપમાન 5500 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય છે. સૂરજના અભ્યાસ એટલા માટે કે જેથી તેની મદદથી સૌર મંડળના અન્ય ગ્રહોને વધુ સારી રીતે સમજી શકાય.

સૂર્ય મિશન લોન્ચીંગ લાઇવ

આદિત્ય-એલ1ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયુ છે. આ પછી 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે આ મિશન આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવનાર છે. ઈસરોએ આદિત્ય એલ-1નું લોન્ચિંગ લાઇવ બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે.

આ લાઇવ લોંચીંગ ઇસરોની વેબસાઈટ પર, સંસ્થાએ શ્રીહરિકોટાના કેન્દ્રમાંથી પ્રેક્ષકોને આદિત્ય L-1નું લાઈવ લોન્ચ બતાવવા માટે વ્યુ ગેલેરી સીટો બુક કરવાનો ઓપ્શન પણ આપ્યો હતો.

જો કે, આ માટે માત્ર સીમિત સીટો હતી, જે રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ જ ભરવામાં આવી હતી. એટલું જ નહીં, ISROની વેબસાઈટ isro.gov.in પર જઈને દર્શકો આદિત્ય એલ-1ના લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે છે. અને ક્ષણ-ક્ષણ અપડેટ્સ મેળવી શકશે. આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ

ગતિ નિયંત્રિત ન થઈ તો મોટો ખતરો

પહેલું કઠિન ઓર્બિટ છે ધરતીના SOIથી બહાર જવાનું. કેમકે પૃથ્વી પોતાના ગુરુત્વાકર્ષણ શક્તિથી તેની આસપાસ દરેક વસ્તુને ખેંચે છે. જે બાદ છે ક્રૂઝ ફેઝ અને હેલો ઓર્બિટમાં L1 પોઝિશનને કેપ્ટર કરવાનું. જો ત્યાં તેમની ગતિને નિયંત્રિત ન કરવામાં આવી તો તે સીધું જ સૂરજ તરફ જતું રહેશે અને સળગીને ખતમ થઈ જશે.

આ સિવાય યુઝર્સ ઈસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લોન્ચને લાઈવ સ્ટ્રીમ પણ નિહાળી શકે છે. દ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ પછી હવે દેશની નજર ISROના સૂર્ય મિશન એટલે કે Aditya- L1 પર ટકેલી છે. જેનું કાઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ

અંતરિક્ષના હવામાનને જાણવું કેમ જરુરી?

સૂરજના કારણે સતત ધરતી પર રેડિએશન, ગરમી, મેગેન્ટિંક ફીલ્ડ અને ચાર્ઝ્ડ પાર્ટિકલ્સ નીકળે છે. જેને સૌર હવા કે સોલર વિંડ કહેવાય છે. આ ઉચ્ચ ઉર્જાવાળા પ્રોટોન્સથી બને છે. સોલર મેગ્નેટિક ફીલ્ડની જાણ થાય છે. જે કે એકદમ વિસ્ફોટક હોય છે.

અહીંથી કોરનલ માસ ઈજેક્શન (CME) બને છે. જેના કારણે આવનારા સૌર તૂફાનથી ધરતીને અનેક પ્રકારના નુકસાનની આશંકા રહે છે. તેથી અંતરિક્ષના હવામાનને જાણવું જરુરી છે. આ મૌસમ સૂરજના કારણે બને છે અને બગડે છે.

કયાં તૈનાત રહેશે Aditya- L1 મિશન

સૂરજની પોતાની ગ્રેવિટી છે, એટલે કે ગુરુત્વાકર્ષણ શક્તિ. ધરતીની પોતાની ગ્રેવિટી છે. અંતરિક્ષમાં જ્યાં આ બંનેની ગ્રેવિટી ટકરાય છે. એટલે કે એમ કહીએ જ્યાં ધરતીની ગ્રેવિટી ખતમ થાય છે ત્યાંથી સૂરજની ગ્રેવિટીની અસર શરુ થાય છે. આ પોઈન્ટને લેરેન્જ પોઈન્ટ (Lagrange Point) છે. ભારતનું આદિત્ય લેરેન્જ પોઈન્ટ વન એટલે કે L1 પર તૈનાત થશે. આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ

ધરતી-સૂરજ વચ્ચે 1% જેટલું જ અંતર કાપશે

બંનેની ગ્રેવિટીની જે સીમા છે ત્યાં કોઈ નાની વસ્તુ લાંબા સમય સુધી રહી શકે છે. આ બંનેની ગ્રેવિટી વચ્ચે ફસાયેલું રહેશે. તેનાથી સ્પેસક્રાફ્ટનું ઈંધણ ઓછું ઉપયોગ થશે. તે લાંબા સમય સુધી કામ કરશે. L1 સૂરજ અને ધરતીના કુલ અંતરનો માત્ર એક ટકા જ છે. એટલે કે 15 લાખ કિલોમીટર. આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ

જ્યારે સૂરજથી ધરતીનું અંતર 15 કરોડ કિલોમીટર છે. સૂરજથી જ આપણાં સૌર મંડળને ઉર્જામળે છે. જેની ઉંમર લગભગ 450 કરોડ વર્ષ માનવામાં આવે છે. સૌર ઉર્જા વગર ધરતી પર જીવન શક્ય નથી. સૂરજની ગ્રેવિટીથી જ સૌર મંડળમાં તમામ ગ્રહ ટકેલા છે, નહીંતર તો તે ક્યારના સુદૂર ઊંડા અંતરિક્ષમાં તરી રહ્યાં હોત.

Important Link

સૂર્ય મિશન લોન્ચીંગ YOUTUBE પર લાઇવ જુઓ અહિં ક્લીક કરો
ઇસરોની વેબસાઇટ પર લાઇવ જુઓ અહિં ક્લીક કરો
વધુ માહિતી માટે અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group માં જોડાવ અહિં ક્લીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને આદિત્ય L1 લોન્ચિંગ લાઈવ : ભારતનું પ્રથમ સોલર મિશન આદિત્ય L1 લોન્ચિંગ માટે તૈયારસંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.