Digital Gujarat Scholarship। ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 -24

Are You Looking for Digital Gujarat Scholarship 2023 । શું તમે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 -24 વિષે પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Digital Gujarat Scholarship : ધોરણ 11-12, ડિપ્લોમા, ITI, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી, એમફિલ સ્તરના અભ્યાસક્રમ વર્ષ 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે અરજી કરવા.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 -24 : વ્યક્તિઓએ તેમની અરજીઓ ઑફિસના નિયામકને સબમિટ કરવી આવશ્યક છે. અનુસૂચિત જાતિ કલ્યાણ/આદિજાતિ વિકાસ/અનુસૂચિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર. 24 વર્થની શિષ્યવૃત્તિ માટે વિચારણા કરવી.

Table of Digital Gujarat Scholarship

પોસ્ટ ટાઈટલ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023
પોસ્ટ નામ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023
લાભ કોને મળશે? OBC, EBC, DNT, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
ફોર્મ શરૂ તારીખ 22 સપ્ટેમ્બર 2023
ફોર્મ છેલ્લી તારીખ 5 નવેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ @ www.digitalgujarat.gov.in
અરજી પ્રકાર ઓનલાઈન

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ

આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ગુજરાત સરકાર વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ પ્રદાન કરે છે. અનામત શ્રેણીના અને ગુજરાતના કાયમી નિવાસી વિદ્યાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે.

આ લેખમાં અમે જણાવશું કે વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 માટે કેવી રીતે ફોર્મ ભરી શકે છે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકે છે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023

ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના 2023: ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023 માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી,એમફીલ કક્ષાના અભ્યાસક્રમની વર્ષ 2023 ની શિષ્યવૃત્તિ મેળવવા માટે Digital Gujarat Portal પર તારીખ 22, સપ્ટેમ્બર 2023 થી 5, નવેમ્બર 2023 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના OBC, EBC અને DNT વિદ્યાર્થી

નિયામક, વિકસિત જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર ખાતા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફત કરવાનો થાય છે.

વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ 11-12, ડિપ્લોમા, આઈટીઆઈ, સ્નાતક, અનુસ્નાતક, એમફીલ, પીએચડી કક્ષાના અભ્યાસક્રમ માટે કુલ 10 યોજનાઓની જગ્યાએ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય.

નવી દિલ્હી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India અમ્બ્રેલા યોજના પૈકી Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજનાનો અમલ કરવાનો થાય છે.

જે અંતર્ગત રાજ્યની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 11 અને 12 અને રાજ્યની સરકારી/ગ્રાંટ-ઇન-એઇડ/ખાનગી કોલેજ/સંસ્થામાં અભ્યાસ કરતા OBC,EBC અને DNT જાતિના વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,50,000/– થી વધુ ન હોય.

તેવા વિદ્યાર્થીઓને નિયમોનુસાર નક્કી થયેલ ગ્રુપવાર મળવાપાત્ર પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અગાઉના વર્ષોની જેમ જ વર્ષ 2022-23 માટે વિદ્યાર્થી પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. વિચરતી-વિમુક્તિ જાતિના વિદ્યાર્થીઓને નિયામોનુસાર શિષ્યવૃત્તિ લાભ આપવા ડિજિટલ ગુજરાત પોર્ટલ મારફતે અરજીઓ મંગાવવામાં આવે છે.

PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના તેમજ અન્ય નીચે મુજબ પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ પણ અગાઉના વર્ષોના જેમ જ વર્ષ 2022-23 માં વિકસતી જાતિના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ.

SC વિદ્યાર્થી માટે

  • SC વિદ્યાર્થી (GOI) માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (BCK-6.1)
  • SC વિદ્યાર્થી (GOI) માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (ફક્ત ફ્રીશિપ કાર્ડ વિદ્યાર્થી) (BCK-6.1)
  • SC વિદ્યાર્થીઓ માટે ફૂડ બિલ સહાયક (BCK-10)
  • SC વિદ્યાર્થીઓ માટે M.Phil, Ph.D માટે ફેલોશિપ યોજનાઓ (BCK-11)
  • અનુ.જાતિના વિદ્યાર્થીને સાધન સહાય (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા વિદ્યાર્થી જ) (BCK-12)
  • ITI/વ્યાવસાયિક અભ્યાસક્રમો (BCK-13) માટે અનુ.જાતિ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ/સ્ટાઈપેન્ડ
  • માત્ર SC કન્યા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખથી વધુ) (રાજ્ય સરકારની યોજનાઓ) (BCK-5)
  • SC વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન કોચિંગ સહાય (વિજ્ઞાન પ્રવાહ) (ધોરણ : 11-12) (BCK-7)
  • SC વિદ્યાર્થીને ટેબ્લેટ સહાય (BCK-353)

OBC, EBC અને DNT વિદ્યાર્થી માટે

PM YASASVI Post Matric Scholarship for OBC,EBC અને DNT વિદ્યાર્થી શિષ્યવૃત્તિ યોજના

  • બીસીકે – 80 મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય.
  • બીસીકે – 79 મેડીકલ, એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • ડી.એન.ટી. – 2 મેડીકલ એન્જીનીયરીંગ વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય.
  • બીસીકે – 98 એમ.ફીલ, પીએચ.ડી, વિદ્યાર્થીઓ માટેની ફેલોશીપ યોજના.
  • બીસીકે – 81 સી ડૉ. બાબાસાહેબ આંબેડકર અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ.
  • બીસીકે-325 સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સહાય.
  • ટ્યુશન સહાય યોજના.

Digital Gujarat Scholarship Registration

  1. સૌપ્રથમ વિદ્યાર્થીઓએ Digital Gujarat Portal પર Citizen તરીકે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  2. નવું રજીસ્ટ્રેશન આધાર નંબર, મોબાઈલ નંબર, Email ID તેમજ નક્કી કરેલા પાસવર્ડ દ્વારા કરવાનું રહેશે.
  3. જે કાયમી સાચવી રાખવાનો રહેશે.
  4. રજીસ્ટ્રેશન વખતે મોબાઈલ નંબર અને ઈમેલ ID ફરજીયાત હોવાથી વિદ્યાર્થી પાસે ઈમેલ અને મોબાઈલ નંબર હોવો જરૂરી છે.
  5. રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ પોતાના મોબાઈલ નંબર, ઈમેલ ID, યુઝરનેમ તથા જે પાસવર્ડ બનાવેલો હોય તેનો ઉપયોગ કરી પુન: લોગીન કરી પોતાની પ્રોફાઈલ અપડેટ કરવાની રહેશે.
  6. જે વિદ્યાર્થી અગાઉ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પ્રોફાઈલ રજીસ્ટ્રેશન કરાવેલ હોય.
  7. તેઓએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે નહિ.
  8. તેઓ અગાઉના Login ID-Password વડે લોગીન કરી જે તે લાગુ પડતી યોજનામાં સીધી અરજી કરી શકશે.
  9. જે વિદ્યાર્થીઓ ગત વર્ષનો પોતાનો ID-Password ભૂલી ગયેલ હોય તે વિદ્યાર્થીઓએ “Forger Password” પર ક્લિક કરી પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ પર OTP મેળવી નવો પાસવર્ડ બનાવી લેવાનો રહેશે.
  10. નવો પાસવર્ડ મળ્યા બાદ પોતાનો મોબાઈલ નંબર User ID રહેશે અને પાસવર્ડ જે નવો બનાવેલ છે તે રહેશે.
  11. Forger Password” મેનુ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર લોગીન પેજ પર ઉપલબ્ધ છે.
  12. જે વિદ્યાર્થીઓનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ખોવાઈ ગયેલ હોય કે કોઈ કારણસર બંધ થઇ ગયેલ હોય તો તેવા વિદ્યાર્થીઓ જીલ્લાની SC/ST/OBC

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માટે ફોર્મ કેવી રીતે ભરવું?

STEP 1 : ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ લોગીન કરવું પડશે. લોગીન કર્યા બાદ તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં ઉપરની બાજુ Services નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 2 : Services ઉપર ક્લિક કર્યા બાદ Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે પહેલી વખત જ સ્કોલરશીપ ફોર્મ માટે અરજી કરો છો તો તમારે Request A New Service નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 3 : પહેલી વાર હોઈ તો તમારે તમારું ચાલુ વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે અને જો આની પહેલા તમે જો સ્કોલરશીપ માટે ફોર્મ ભર્યું છે તો તમારે ત્યાં લિસ્ટ બતાવશે તમે જેટલી વખત પણ ફોર્મ ભર્યું હોય તેનું અને તમારે રીન્યુ કરવાનું હોય તો ત્યાં તમારે Renew બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 4 : અહીંયા તમને અલગ અલગ કેટેગરી માટેના ફોર્મ જોવા મળશે તમને ઉપર દેખાતું હશે પહેલા છે SC માટે ST માટે SEBC કેટેગરી માટે વગેરે. તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે.

STEP 5 : Pre-Matric એટલે જે ધો 10 નીચે અભ્યાસ કરે છે. તેને પ્રિ મેટ્રિક સિલેક્ટ કરવાનું રહેશે. Post-Matric એટલે જે લોકો ધો 10 માં ઉપર અભ્યાસ છે તે લોકો પોસ્ટ મેટ્રિક કેટેગરીમાં સિલેક્ટ કરશે. તે સિલેક્ટ કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 6 : તમારી સામે Registration Details નું પેજ ઓપન થશે જેમાં તમારે તમારું નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે અને ત્યાં તમારો આધાર નંબર વેરીફાઇ પણ કરવાનો રહેશે.

STEP 7 : તમારો આધાર કાર્ડ નંબર નાખીને Verify Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે UIDAI એના સર્વર પરથી તમારી આધાર કાર્ડ ની ડિટેલ વેરીફાઈ થઈ જશે અને ત્યાં Aadhar Status માં Yes લખેલું આવી જશે.

STEP 8 : ત્યાં એક તમને ઓપ્શન જોવા મળશે Day Scholar / Hosteler નું જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે Hosteler સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી હોસ્ટેલ પાસેથી એક ફોર્મ મેળવવાનું રહેશે જે તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે.

STEP 9 : હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે Bank Details નામનું નું પેજ ઓપન થશે ત્યાં તમારી બેન્ક ડીટેલ પણ ભરવાની રહેશે.

STEP 10 : જેમાં પહેલા તમારે આધાર નંબર નાખવા પડશે અને ચેક કરવું પડશે કે તમારા આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ NPCI Server માં લિંક છે કે નહીં.

STEP 11 : તેના માટે Check Status Bank And Aadhar Linking પર ક્લિક કરો.પછી તમારે તમારા બેન્ક એકાઉન્ટ નંબર IFSC કોડ વગેરે ની માહિતી ભરવી પડશે.

STEP 12 : એ બધી ડિટેલ્સ ભરાઈ ગયા પછી, હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી સામે Academic Details નામનું પેજ ઓપન થશે જેમાં તમારે તમારી બધી જ અભ્યાસક્રમની વિગતો ભરવાની રહેશે.

STEP 13 : ત્યાં સૌપ્રથમ એડમિશન ટાઈપ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તમને જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે ત્યાં આ વર્ષની અભ્યાસક્રમ ચાલુ થયા ની તારીખ અને આ અભ્યાસક્રમ આ વર્ષનો પૂરો થયાની તારીખ લખવાની રહેશે.

STEP 14 : જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલ કે કોલેજમાં તે પૂછી શકો છો. ત્યારબાદ નીચે તમારે તમારા 10 ધોરણ થી લઈને બધા અભ્યાસ સુધીની વિગતો ભરવાની રહેશે ત્યાર બાદ તમારે નીચે એડમિશન ફી Misc Fee, ટ્યુશન ફી, એક્ઝામ ફી પણ ભરવાની રહેશે.

STEP 15 :જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલ કે કોલેજમાં તે પૂછી શકો છો એ બધી ડિટેલ્સ ભરાઈ ગયા પછી, હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે Disability Details નામનું પેજ જોવા મળશે જો તમે કોઈપણ પ્રકાર ની અપંગતતા ધરાવતા હોય .

STEP 16 : તો તમારે એની માહિતી અહીંયા ભરવાની રહેશે. હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.  ત્યારબાદ તમારી સામે Attachment નામનું એક પેજ જોવા મળશે જેમાં તમારે તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે

STEP 17 : તમારા બધા જ ડોક્યુમેન્ટ 1000 KB ની અંદર હોવા જોઈએ અને ઉપર દર્શાવેલ પ્રમાણે એ ફોર્મેટમાં તમારે બધા images હોવા જોઈએ. ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌપ્રથમ તમારે તેની સાઈઝની અંદરના ડોક્યુમેન્ટ બનાવવા પડશે.

STEP 18 : ડોક્યુમેન્ટની સાઈઝ ઓછી કરવા માટે તમે આ આર્ટીકલ વાંચી શકો છો. જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગો છો તેના ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ નંબર તમારે ત્યાં દાખલ કરવાના રહેશે અને Browse બટન ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટ તમારા કોમ્પ્યુટર કે મોબાઇલમાંથી સિલેક્ટ કરી શકો છો.

STEP 19 : ત્યારબાદ Upload ઉપર ક્લિક કરવાનું રહેશે. બધા જ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે તમારું Save Draft ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને તમારે ફોર્મ નું  Preview જોવા મળશે કે તમારૂ ફોર્મ કેવી રીતે દેખાય છે. Preview જોવા માટે Print પર ક્લિક કરો.

STEP 20 : જો તમારા ફોર્મમાં કાંઈ ભૂલ હોય તો તમે હજી સુધારી શકો છો અને એક વખત કન્ફર્મ કર્યા બાદ તમે તે ફોર્મ સુધારી શકતા નથી એટલે એક વખત જરૂરથી ચકાસી લેવું. જો તમે તમારું ફોર્મ જોઈ લીધું છે.

STEP 21 : તો તમે હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે.

STEP 22 : ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ2023-24 ફોર્મ સબમીટ થઈ જશે. હવે તમે તમારા ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારા સ્કૂલ કે કોલેજ માં આપવાની રહેશે.

Important Links

OBC, EBC અને DNT વિદ્યાર્થી જાહેરાત વાંચો
SC (અનુસૂચિત જાતી) વિદ્યાર્થી જાહેરાત વાંચો
ST (અનુસૂચિત જનજાતી) વિદ્યાર્થી જાહેરાત વાંચો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Digital Gujarat Scholarship। ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 -24 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.