ધરે બેઠા માત્ર 1 મિનિટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરો

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ @ parivahan.gov.i: તમને જોવા મળશે કે તમે ઘરે બેઠા તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. અગાઉની પોસ્ટમાં આપણે જણાવેલું હતું કે નવું લર્નિંગ લાયસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું.

જો તમે 18 વર્ષના થઈ ગયા છો તો તમારે વાહન ચલાવવા માટે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું ફરજિયાત હોય છે. ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રિન્ટ કે ડાઉનલોડ કરવાની ઘણી બધી રીતો છે.

તમે ડિજિટલ લોકરની એપ્લિકેશન ની મદદથી તેમાં ઘરે બેઠા ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો પરંતુ તેમાં ઘણી બધી માહિતી તમને દેખાતી નથી હોતી.

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ

તો આજે આર્ટીકલમાં અમે તમને ઓફિસિયલ વેબસાઈટ @ parivahan.gov.in ઉપરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવીશું. આ વેબસાઈટની મદદથી તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ને લગતા ઘણા બધા કામ કરી શકો છો.

જેવા કે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવું લાયસન્સ રીન્યુ કરવું, લાઇસન્સમાં સરનામું બદલવું, આરસી બુકમાં નામ ચેન્જ કરવું વગેરે.

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કેવી રીતે કરવું?

પરિવહનની ઓફિશિયલ વેબસાઈટ પરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ની સોફ્ટકોપી કેવી રીતે ડાઉનલોડ કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે જણાવેલ છે જો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઓનલાઈન બનાવવામાં આવ્યું છે.

તમારી પ્રિન્ટ ક્યાં ખોવાઈ ગઈ છે અથવા ફાટી ગઈ છે તો તમે એ સ્થિતિમાં તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ની પ્રિન્ટ ડાઉનલોડ કરી શકો છો.

  • સૌપ્રથમ તમારે પરિવહન ઓફિસિયલ વેબસાઈટ ઉપર જવાનું રહેશે અથવા તો નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે જોઈ શકો છો.
  • ત્યારબાદ તમારી સામે તમને તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે જે પણ રાજ્યમાં રહેતા હોય તે સિલેક્ટ કરવાનું રહેશે
  • હવે તમને ઉપર ડ્રાઇવિંગ લાઇસન્સ નું એક ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી તેમાં Print Driving Licence નું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમને એક નવા પેજમાં ડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમારે તમારો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • જે વખતે તમે તમારો ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવેલું હોય ત્યારે તમને એક એપ્લિકેશન નંબર આપવામાં આવેલ હશે તે તમારે નાખી online Driving Licence Download કરવાનું રહેશે. હવે તમે જોઈ શકો છો તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ થઈ ગયું હશે.

Important link

ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લીક કરો
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ધરે બેઠા માત્ર 1 મિનિટમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ડાઉનલોડ કરો સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.