Please wait... Video is loading
▶️

Ganvesh Sahay Yojana 2024 : ગુજરાતના વિધાર્થીઓને ગણવેશ માટે પણ મળશે સહાય

Ganvesh Sahay Yojana 2024 : ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજના ની શરૂઆત કરવામાં આવી છે. જેના અંતર્ગત વર્ષ 2024-25 માટે  રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સહાય યોજના અંતર્ગત 900 રૂપિયાની ગણવેશ સાહાય મળવા પાત્ર રહેશે. જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રી ની ખરીદી સારું આ સહાય આપવામાં આવે છે.

ગણવેશ સહાય યોજના અંતર્ગત મળતા મુખ્ય લાભો । Ganvesh Sahay Yojana 2024

  •  આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ₹900 ની નાણાકીય સહાય આપવામાં આવશે
  • નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણિક જરૂરિયાત મુજબ પોતાનું ગણવેશ, પુસ્તકો અને અન્ય સામગ્રી ખરીદી શકે છે
  • આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા અને તેમની શિક્ષણ દર વધારવા માટેનો સરકાર દ્વારા એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે 

લાયકાત

  • જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિની કેટેગરીમાં આવે છે અને તેઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા હોય તો તેવા યોજના માટે પાત્ર ગણાશે
  • જે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ કેટેગરીના છે અને તેમના પરિવારની વાર્ષિક આવક એક લાખથી વધુ હોય તો તેઓ પાત્ર ગણાશે નહીં પરંતુ જો તેમની વાર્ષિક આવક 1 લાખથી ઓછી હશે, તો તેઓ યોજના અંતર્ગત 900 રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકશે.
  • જે વિદ્યાર્થીઓ યોજના અંતર્ગત સાહાય મેળવવા માગતા હોય તે રાજ્યની માન્ય પ્રાપ્ત શાળામાં અભ્યાસ કરતા હોવા જરૂરી છે

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે અને Ganvesh Sahay Yojana 2024 માટે ઓનલાઈન અરજી કરવા માગે છે તે ગુજરાત સરકારના ડિજિટલ પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી પ્રક્રિયા કરી શકે છે.
  • જેના માટે શાળાના સંબંધિત શાળાના આચાર્ય દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ https://www.digitalgujarat.gov.in/ પર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે અને તેના નિયમો અને શરતો મુજબ જરૂરી દસ્તાવેજો ઓનલાઇન સબમીટ કરવાના રહેશે.
  • આ યોજનાની વધુ માહિતી માટે તમે ગુજરાત સરકારની સમાજ કલ્યાણ વિભાગની સત્તાવાર વેબસાઈટ (https://sje.gujarat.gov.in/) ની પણ મુલાકાત લઈ શકો છો જેમાં તમે Ganvesh Sahay Yojana 2024નો વિકલ્પ પસંદ કરીને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.
  • જે વિદ્યાર્થી મિત્રો અનુસૂચિત જાતિ કેટેગરીમાં આવે છે અને તેઓ ધોરણ 1 અભ્યાસ કરતા હોય તેવો તો તેઓ પોતાની જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, અરજી ફોર્મ તેમજ વિદ્યાર્થીનો આધારકાર્ડ વગેરેની વિગતો સાથે ઉપરોક્ત જણાવેલ વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરી અને પોતાની સહાયની રકમ સ્કૂલ અંતર્ગત મેળવી શકે છે અને તેઓ પોતાનો સ્કૂલનો ગણવેશ ખરીદી શકે છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Ganvesh Sahay Yojana 2024  સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.