Coaching Sahay Yojana | કોચિંગ સહાય યોજના 2023

Are You Looking for Coaching Sahay Yojana @ esamajkalyan.gujarat.gov.in| શું તમે કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માત્યે અહીં આ પોસ્ટમાં ગુજરાત કોચિંગ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી જણાવવામાં આવી છે તો અંત સુધી વાચવા વિનંતી.

Coaching Sahay Yojana : ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે તેમાં આર્થિક, શૈક્ષણિક, સામાજિક વગેરે જેવાં ક્ષેત્રે ઘણી બધી યોજનાઓ છે.

કોચિંગ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

તેમાંથી શૈક્ષણિક ક્ષેત્રે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે ટ્યુશન સહાય યોજના ચાલું કરવામાં આવી છે. આ યોજના થકી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કોચિંગ માટે ઘણી ફી ભરે છે. તેના લીધે સરકાર દ્વારા કોચિંગ માટે સહાય આપવામાં આવે છે.

આ યોજના વર્ષ ૨૦૧૭-૧૮ માં શરૂ કરવામાં આવી હતી. તો આપણે આ આર્ટિકલ દ્વારા જાણીશું કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ ને સરકર દ્વારા આપવામાં આવતી કોચિંગ માટે સહાય લેવા માટે તેનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમજ આ યોજનામાં કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે.

ગુજરાતમાં અનુસૂચિત જાતિ વર્ગના રહેતાં વિદ્યાર્થીઓને UPSC, GPSC, તેમજ Class 3 ની ગૌણ ભરતીઓ માટે તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતીઓ માટે સરકાર દ્વારા ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધું રૂપિયા ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

Table of Coaching Sahay Yojana

યોજનાનું નામ  કોચિંગ સહાય યોજના
વિભાગ નિયામક અનુસૂચિત જાતી વિભાગ
લાભાર્થી અનુસૂચિત જાતી વર્ગના વિદ્યાર્થીઓ
મળવાપાત્ર સહાય ૨૦,૦૦૦/- સુધી સહાય
સત્તાવાર વેબસાઇટ @ esamajkalyan.gujarat.gov.in
જિલ્લા હેલ્પલાઈન નંબર  07923256959

કોચિંગ સહાય યોજનાનો હેતુ∞

ગુજરાતમાં અનુસૂચિત જાતિ વર્ગના રહેતાં વિદ્યાર્થીઓને UPSC, GPSC, તેમજ Class 3 ની ગૌણ ભરતીઓ માટે તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતીઓ માટે સરકાર દ્વારા ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે વધુમાં વધું રૂપિયા ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.

Benefit of Coaching Sahay Yojana

કોચિંગ સહાય યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પત્રતા હોવી જરૂરી છે:

  • વિદ્યાર્થી અનુસૂચિત જાતી વર્ગનો હોવો જોઈએ
  • વિદ્યાર્થીએ સ્નાતક ની પરીક્ષા માં 50% કે તેથી વધું માર્કસે પાસ કરેલી હોવી જરૂરી છે.
  • પુરૂષ હોય તો 35 વર્ષ અને સ્ત્રી હોય તો 40 વર્ષ સુધી વયમર્યાદા રહેશે.
  • વિદ્યાર્થીના માતા-પિતા કોઈ પણ સરકારી નોકરી કરતા ના હોવા જોઈએ.

કોચિંગ લેવા માંગતા હોય તે જરૂરી માહિતી

  1. સંસ્થા 3 વર્ષ કરતા વધું અનુભવ ધરાવતી હોવી જોઈએ.
  2. સંસ્થા GST / પાનકાર્ડ ધરાવતી હોવી જોઈએ.
  3. સંસ્થા માં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક (ફિંગરપ્રીટ) મશીન હોવું જરૂરી છે.
  4. તાલીમ આપતી સંસ્થાની નોંધણી નીચેના પૈકી કોઈપણ એક અધિનિયમ હેઠળ થયેલ હોવી જોઈએ.
  5. મુંબઈ જાહેર ટ્રસ્ટ અધિનિયમ, ૧૯૫૦
  6. કંપની અધિનિયમ, ૧૯૫૬
  7. શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, ૧૯૪૮

કોચિંગ સહાય યોજના માટે મળવાપાત્ર લાભ

ગુજરાત માં વસતા અનુસૂચિત જાતીના વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાની પૂર્વ તૈયારી માટે સરકાર દ્વારા વધુમાં વધું ૨૦,૦૦૦/- રૂપિયા ની સહાય આપવામાં આવે છે. આ સહાય વિદ્યાર્થીની કોચિંગ પુરી થાય ત્યાર પછી નાયબ અરજી મંજુર થઈને રકમ વિદ્યાર્થીના બેન્ક ખાતા માં જમાં થાય છે. આ રકમ છે તે સંપૂર્ણ કોચિંગ પુરી થાઈ ત્યાર પછી સમાજ કલ્યાણ ઓફિસે જાણ કરવાની હોય છે અને ત્યાર પછી મળે છે.

Required Documents For Coaching Sahay Yojana

કોચિંગ સહાય યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબ ડોકયુમેન્ટ ની જરૂર પડશે:

  • વિદ્યાર્થીનું આધારકાર્ડ
  • આવકનો દાખલો
  • જાતી અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • સ્નાતક કક્ષાની માર્કશીટ
  • બેન્ક પાસબુક
  • જે સંસ્થામાં એડમિશન લીધું છે તે સંસ્થાનું બોર્ડ દર્શાવતો ફોટો
  • જે સંસ્થામાં એડમિશન લીધેલ છે તે સંસ્થાનું નિયત પ્રમાણપત્ર
  • ફી ભરેલ પહોંચ

કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

કોચિંગ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:

  • સૌપ્રથમ સરકારની ઓફિશ્યિલ વેબસાઈટ Samaj Kalyan પર જવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ પેજ ખુલશે.
  • ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે “New User?” પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર પછી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન માટે ઉપર દર્શાવેલ સ્ટેપ થી રજીસ્ટ્રેશન કરીને લાસ્ટ માં સબમિટ કરવાનું રહશે.
  • સબમિટ કરશો એટલે ઉપર મુજબ પેજ પ્રમાણે “User Id” અને “Password” થી લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ ઉપર મુજબ ઘણી યોજનાઓ જોવા મળશે.
  • તેમાંથી ઉપર દર્શાવેલ “કોચિંગ સહાય યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • ઉપર મુજબ આખુ બોક્સ ખુલશે અને તેના ઉપર ટેપ કરવાનું રહેશે.
  • ત્યાર પછી ઉપર દર્શાવેલ પેજ ખુલશે અને તેમાં સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી ઓનલાઈન ફોર્મ માં ભરવાની રહશે.
  • ત્યાર પછી 1 MB સાઈઝ ના ડોકયુમેન્ટ અપલોડ કરવાના રહશે.
  • લાસ્ટ માં બાંહેધરી આપીને અરજી સબમિટ કરવાની રહશે.

ત્યાર પછી અરજી નાયબ નિયામક દ્વારા મંજુર કરવામાં આવશે. તેમજ જયારે કોચિંગ પુરી થશે એટલે કોચિંગ ની સહાય વિદ્યાર્થીના બેન્ક ખાતામાં જમાં થશે.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Coaching Sahay Yojana | કોચિંગ સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.