ચૈત્ર નવરાત્રીની શુભકામના। Happy Chaitra Navratri

Are You Looking for Happy Chaitra Navratri । શું તમે ચૈત્ર નવરાત્રીની શુભકામનાઓ શોધી રહ્યા છો? તો તમારા માટે ચૈત્ર નવરાત્રીની શુભેકચ્છા પાઠવવા માટે Whatsapp Status, Quotes, Wishes etc, આ પોસ્ટ માં આપ્યું છે.

ચૈત્ર નવરાત્રીની શુભકામના : તમે Wish You Happy Chaitra Navratri મેસેજ તમારા સોશિયલ મીડિયા અને મિત્રો સાથે શેર કરીને તેમની ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામના આપી શકો છો.અહીંથી તમને ચૈત્ર નવરાત્રીની શુભકામના વિશેની તમામ માહિતી જણાવીશું.

Happy Chaitra Navratri : ચૈત્ર નવરાત્રી ની કથા । ચૈત્રી નવરાત્રી 2023 । ચૈત્રી નવરાત્રી નો મહિમા ।નવરાત્રી ઉત્સવ । ચૈત્ર નવરાત્રી નો ઇતિહાસ ।  Happy Chaitra Navratri Wishes, Quotes & Status SMS in Gujarati । નવરાત્રી નું વૈજ્ઞાનિક મહત્વ । ચૈત્ર નવરાત્રી નું મહત્વ ।નવરાત્રી કેલેન્ડર । ચૈત્ર નવરાત્રી ના નવ દિવસ નું મહત્વ। Navratri Wishes in Gujarati

ચૈત્ર નવરાત્રીનું મહત્વ

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે. આમ તો વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય નવરાત્રી છે. આમાં આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાળમાં વસંત નવરાત્રીની એટલેકે ચૈત્રી નવરાત્રી ઉજવણી થાય છે જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

|| या श्रीः स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मीः पापात्मनां कृतधियां हृदयेषु बुद्धिः |
श्रद्धा सतां कुलजनः प्रभवस्य लज्जा तान्त्वान्नाताः स्म परिपालय देवी विश्वम ||

શ્લોકનો અર્થઃ પુણ્ય આત્માનાં ઘરમાં લક્ષ્મી રૂપે, પાપીનાં ઘરે દરિદ્ર રૂપે, શુદ્ધ અંતઃકરણ વાળી વ્યક્તિનાં ઘરે કે સાચા દિલના લોકોનાં ઘરે સદ્બુદ્ધિ રૂપે, સતપુરુષોને ત્યાં શ્રદ્ધા રૂપે, કુલિન વ્યક્તિઓને ત્યાં લજજા રૂપે નિવાસ કરે છે તેવા માં દુર્ગાને નમસ્કાર એ છીએ. હે દેવી આપ સંપૂર્ણ વિશ્વનું પાલન – પોષણ કરનાર છો.

જે કરે ચૈત્રી તે જાય તરી અને જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી

ભારતીય હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી જ શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને એમાં પણ નવરાત્રી જેવો અવસર હોય ત્યારે તો શક્તિ ઉપાસકો અચૂક માતાજીની આરાધના, ઉપાસના અને જપ-તપ કરતા હોય છે.

ચૈત્રી નવરાત્રી નો મહિમા

પ્રાચીન સમયમાં પણ ઋષિ મુનીઓ નવરાત્રીમાં શક્તિ ઉપાસના કરતા અને નવરાત્રીમાં વ્રત, જપ, તપ અને ઉપવાસ કરતા. આજે પણ નવરાત્રીમાં ઘણી જગ્યાએ નવરાત્રીના નવ દિવસ દરમિયાન યજ્ઞો થાય છે.

ચૈત્રી નવરાત્રી સાધના અને ઉપાસના માટેની નવરાત્રી છે. આ નવરાત્રીમાં ગરબા ગાવાના નથી હોતા પરંતુ માં અંબાની ભક્તિમાં મનને સ્થિર કરવાનું હોય છે. ચૈત્રી નવરાત્રીમાં 9 દિવસ દરમિયાન જો પદ્ધતી અનુસાર શક્તિની ભક્તિ કરવામાં આવે તો ભક્તને અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે.

ચૈત્ર નવરાત્રી નો ઇતિહાસ

ચૈત્રી નવરાત્રી સાથે એક પૌરાણીક કથા જોડાયેલી છે. આ પૌરાણિક કથા અનુસાર દુષીબેગો નામના એક રાજાને સિંહે ફાડી ખાધા હતા. તે રાજાની જગ્યાએ તેમના પુત્ર સુદર્શનને ગાદી પર બેસાડવાના હતા. જો કે કોસાલાની આ ગાદી પર ઉજ્જૈન અને અલીંગાના રાજાની પણ નજર હતી.

સુદર્શનને ગાદી મળે તેના વિરોધમાં અંદર-અંદર લડાઈ થઈ. લડાઈના કારણે સુદર્શન જંગલમાં ભાગી જાય છે. ત્યાં જંગલમાં એક ઋષિના ત્યાં તે ‘ક્લીમ’ મંત્ર શીખ્યો. આ મંત્રથી એક રાજાએ તેની કન્યા પરણાવી અને પછી આ સસરા જમાઈએ ભેગા મળીને કોસાલાની પોતાની ગાદી પાછી મેળવી હતી.

ચૈત્ર નવરાત્રી ના નવ દિવસ નું મહત્વ

સુદર્શનને પિતાનુ રાજ્ય અને રાજગાદી મળ્યા બાદ તેઓ માં અંબાની ભક્તિમાં લીન રહેવા લાગ્યા. રાજાને ચૈત્રી નવરાત્રી કરતા જોઈને પ્રજાને પણ માં અંબામાં શ્રદ્ધા જાગી. રાજા સુદર્શને જણાવ્યું કે મને જંગલમાં જીવતો રાખનાર, રાજ-પાટ પાછા અપાવનાર અને સમૃદ્ધિભર્યું જીવન આપનાર માં દુર્ગા છે.

આ બધી જ માં દુર્ગાની કૃપા છે. અને ત્યારથી જ ચૈત્રી નવરાત્રીમાં માં અંબાના ઉપવાસની પરંપરા શરૂ થઈ હતી. આજે ચૈત્રી નવરાત્રીમાં મોટી સંખ્યામાં માતાજીના ભક્તો માતાજીની ઉપાસના-પૂજા-અર્ચના કરે છે.

કહેવાય છે કે સુદર્શને માં અંબાજીની આરાધના કરી એટલે માતાજીએ સુદર્શનને દર્શન આપ્યા હતા અને ચમત્કારીક શસ્ત્ર આપ્યું હતું.

નવરાત્રી નું વૈજ્ઞાનિક મહત્વ

આ શસ્ત્ર દ્વારા સુદર્શન નામના આ રાજાએ યુદ્ધ કર્યું હતું અને રાજપાટ પાછા મેળવ્યા હતા. આ રાજપાટ એવા લોકોના હાથમાં હતા જે લોકો ખુબ જ શક્તિશાળી હતા એટલે તેને પાછા મેળવવા સરળ નહોતા.

પરંતુ સાક્ષાત માં જગદંબા જેની સાથે હોય તેને કોઈપણ પ્રકારની મોટી તાકાતો હરાવી શકતી નથી. સુદર્શન રાજાએ પ્રજા સમક્ષ માં અંબાજીએ આપેલા શસ્ત્રને ઉંચુ કરીને બતાવ્યું અને કહ્યું કે માતાજીએ આપેલા આ જ શસ્ત્રએ મને મારા બાપ-દાદાની ગાદી પાછી અપાવી છે.

બ્રહ્મદેવનું પ્રાગટ્ય

અન્ય એક દંત કથા અનુસાર આજના દિવસે ભગવાન નારાયણની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું હતું અને એ કમળમાંથી બ્રહ્મદેવનું પ્રાગટ્ય થયું હતું.

ચૈત્ર નવરાત્રીની શુભકામના। Happy Chaitra Navratri Quotes in Gujarati

રિધ્ધિ દે, સિધ્ધિ દે, અષ્ટનવ નિધિ દે…
જંગ મેં જીત દે, મા ભવાની…..????????????????

ચૈત્ર નવરાત્રિની શુભકામના…

લઈને દાંડિયા તૈયાર છે એની રાધા
જોઈ વાટ એના કાન્હાની ????
વિચારે છે જ્યારે આવશે મારો કાનો
થાકી ગઈ છે હવે આંખલડી…❤️
❤️નવરાત્રીના આ પાવન અવસરની તમને ખૂબ ખૂબ શભકામનાઓ❤️

ભક્તિ અને ઉમંગના શુભ મંગળ પર્વ ચૈત્ર નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ…
માતાજીની અસીમ કૃપાથી આપ સૌનું આવનારું વર્ષ આનંદમય અને શાંતિમય બની રહે એજ પ્રાર્થના…

આખા વિશ્વની રક્ષા કરે છે માં,
મનની શાંતિ આપે છે માં,
અમારી ભક્તિને સાંભળે છે માં,
અમારા બધાની રક્ષા કરે છે માં,
બધાને ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ.

નવરાત્રિના નવ દિવસ અને નવ રાત્રિ તમને સારું સ્વાસ્થ્ય અને સૌભાગ્ય આપે.
તમને અને તમારા પરિવારને ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ.

Navratri Wishes in Gujarati । ચૈત્ર નવરાત્રીની શુભેકચ્છા

હિન્દુ નવા વર્ષની અને ચૈત્ર નવરાત્રિની શુભેચ્છાઓ.
આવનારું નવા વર્ષમાં આપ સૌની મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના…

ચૈત્ર નવરાત્રી ની હાર્દિક શુભકામના.

સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે
શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે

દેવી દુર્ગા તમારી દરેક મનોકામના પૂર્ણ કરે.
તમને અને તમારા પરિવારને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના.

માઁ દુર્ગા બધાના જીવનમાં ખુશી, ઉમંગ અને
સફળતા લઈને આવે તેવી હૃદય પૂર્વક પ્રાથના.
ચૈત્ર નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ!

દુનિયા બધી રંગીન બની રહી છે કારણ કે…
મારી માઁ આવી રહી છે.

વાતાવરણ ભક્તિમય બની રહ્યું છે કારણ કે…
મારી માઁ આવી રહી છે…..

ચૈત્ર નવરાત્રીની દરેક માઁ ના ભક્તો ને શુભકામના.

ઘટ સ્થાપન નો શુભ સમય

ચૈત્ર પ્રતિપદાની તિથિએ ઘટ સ્થાપના કરવામાં આવે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર ઘટની સ્થાપનાનો શુભ સમય ૦૨ એપ્રિલે સવારે ૦૬.૧૦ થી ૦૮.૨૯ સુધીનો છે. આવી સ્થિતિમાં ચૈત્ર નવરાત્રિના ઘટસ્થાપનનો શુભ સમય કુલ ૦૨ કલાક ૧૮ મિનિટ સુધી રહેશે.

આ શુભ યોગ બનશે

ચૈત્ર નવરાત્રિમાં રવિ પુષ્ય નક્ષત્ર, સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે રચાશે, રવિ યોગ નવરાત્રિને સ્વયંભૂ બનાવશે. સર્વાર્થ સિદ્ધિ યોગ લક્ષ્મી સાથે સંબંધિત છે. માનવામાં આવે છે કે આ યોગમાં કામ શરૂ કરવાથી કાર્ય સિદ્ધ થાય છે. બીજી તરફ, રવિ યોગ તમામ દોષોનો નાશ કરનાર માનવામાં આવે છે. તેમાં કરેલા કામનું વળતર ઝડપથી મળે છે.

હિં દુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનો હિંદુ નવા વર્ષનો પ્રથમ મહિનો માનવામાં આવે છે અને આ મહિનામાં દેવી દુર્ગાની પૂજાનો તહેવાર ચૈત્ર નવરાત્રિમાં ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ કુલ ચાર નવરાત્રીઓ છે. તે પૈકી ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે.

ચૈત્ર નવરાત્રી ની કથા

નવરાત્રીના આ પવિત્ર તહેવાર પર મા દુર્ગાની પૂજા કરવાનો કાયદો છે. નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી માતાની પૂજા કરવામાં આવે છે અને તેથી અનુક્રમે બ્રહ્મચારિણી માતા, ચંદ્રઘંટા માતા, કુષ્માંડા માતા, સ્કંદમાતા, કાત્યાયની માતા, કાલરાત્રી માતા, મહાગૌરી માતા અને સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે.

આ નવ દિવસો દરમિયાન ભક્તો ભક્તિભાવ સાથે માતા ના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે. આ વર્ષે ચૈત્રી નવરાત્રી ૦૨ એપ્રિલ, શનિવારથી શરૂ થઈ રહી છે. જે ૧૧ એપ્રિલે સોમવારે સમાપ્ત થશે. ચૈત્ર મહિના માં આવતી નવરાત્રીને ચૈત્ર નવરાત્રી અને પાનખરમાં આવતી નવરાત્રી શારદીય નવરાત્રી તરીકે ઓળખાય છે.

ચૈત્ર નવરાત્રિ નું ધાર્મિક મહત્વ

ચૈત્ર નવરાત્રિ નવસંવત્સરની પ્રથમ નવરાત્રિ ગણાય છે. આથી આ નવરાત્રીનું ધાર્મિક મહત્વ છે. બ્રહ્મ પુરાણ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે આદિશક્તિ પ્રગટ થઈ હતી. અને એવું માનવામાં આવે છે કે દેવીના આદેશથી ભગવાન બ્રહ્માએ ચૈત્ર શુક્લ પક્ષ પ્રતિપદાના રોજ વિશ્વની રચનાની શરૂઆત કરી હતી.

મત્સ્ય પુરાણ અનુસાર ચૈત્ર નવરાત્રીના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. આ પછી શ્રી વિષ્ણુએ ચૈત્ર નવરાત્રિમાં જ ભગવાન રામ તરીકે તેમનો સાતમો અવતાર લીધો હતો. આથી ચૈત્રી નવરાત્રીનું મહત્વ આપોઆપ વધી જાય છે.

ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગા ના 9 સ્વરૂપો ની પૂજા કરવા માં આવે છે

હિંદુ ધર્મમાં નવરાત્રીને ખૂબ જ પવિત્ર તહેવાર માનવામાં આવે છે, પછી તે ગુપ્ત નવરાત્રિ હોય, શારદીય નવરાત્રિ હોય કે ચૈત્ર નવરાત્રી હોય. આ નવ દિવસોમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ન

વરાત્રિની શરૂઆત પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજાથી થાય છે અને પછી બીજા દિવસે બ્રહ્મચારિણી, ત્રીજો ચંદ્રઘંટા, ચોથો કુષ્માંડા, પાંચમો સ્કંદમાતા, છઠ્ઠો કાત્યાયની, સાતમો કાલરાત્રી, આઠમો મા મહાગૌરી અને નવમો દિવસમા સિદ્ધિદાત્રીને સમર્પિત થાય છે.

આવી રહેશે ગ્રહો ની સ્થિતિ

ચૈત્ર નવરાત્રિમાં શનિદેવ મકર રાશીમાં મંગળની સાથે રહેશે જેના કારણે શક્તિમાં વધારો થશે. શનિવારથી નવરાત્રિની શરૂઆત, મંગળ સાથે શનિદેવનું પોતાની રાશિ મકર રાશીમાં રહેવું ચોક્કસપણે સિદ્ધિનો કારક છે. તેનાથી કાર્યમાં સફળતા, ઈચ્છાઓની પૂર્તિ અને સાધનામાં સિદ્ધિ મળશે. ચૈત્ર નવરાત્રિ દરમિયાન ગુરુ, શુક્ર સાથે કુંભ રાશીમાં રહેશે. મીનમાં સૂર્ય, બુધ સાથે, ચંદ્ર મેષમાં, રાહુ વૃષભમાં, કેતુ વૃશ્ચિકમાં રહેશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ચૈત્ર નવરાત્રીની શુભકામના। Happy Chaitra Navratri સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.