ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન વિદેશમાં કઇ રીતે : ધોરણ 12 પછી અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ માટે વિદેશમાં અભ્યાસ કરવા કારકિર્દીમાં ઘણી તકો મળી શકે છે. આ ઉપરાંત વિવિધ સંસ્કૃતિના લોકો સાથે વાતચીત કરશો, વિવિધ ભાષાઓ શીખશો, લિડરશિપના ગુણોનો વિકાસ થશે અને તમે સ્વતંત્ર રીતે મેનેજમેન્ટ કરી શકશો.
સાથે વિવિધ વાતાવરણ વચ્ચે કઇ રીતે જીવવું તે પણ શીખી શકશો. ત્યારે ધો 12 પછી વિદેશમાં અભ્યાસ કરવા માટેના 6 મહત્વના સ્ટેપ્સ અહીં જણાવવામાં આવ્યા છે.
ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન વિદેશમાં કઇ રીતે
ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યૂટમાં તમે વિવિધ કોર્સ પસંદ કરી શકો છો. પરંતુ તમારા ઇન્ટરસ્ટને સુમેળ ખાય તેવો અભ્યાસક્રમ પસંદ કરવો જોઇએ.
નેચરલ સાયન્સ, એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, આર્ટ્સ, આર્કિટેક્ચર અને ડિઝાઇન, સોશ્યલ સાયન્ય એન્ડ હ્યુમેનિટીઝ વગેરે વિકલ્પોમાંથી તમારા રસનું ક્ષેત્ર શોધીને આગળ વધી શકો છો.
ક્યા દેશમાં અભ્યાસ કરવા ઇચ્છો છો તે નક્કી કરો?
ધોરણ 12 પછી ક્યા દેશમાં અભ્યાસ કરવા ઇચ્છો છો? તે નક્કી કરવા માટે તમે ક્લાઇમેટ, સંસ્કૃતિ, ભાષા, અભ્યાસ ખર્ચ, રહેવા અને જીવનનિર્વાહ ખર્ચ, રીસર્ચ કરવા માટેની અને ઇન્ટર્નશિપની તકો જેવા પાસાઓને ધ્યાનમાં રાખી શકો છો.
તેના આધારે યુએસએ, કેનેડા, જર્મની, સિંગાપોર, યુકે, ઓસ્ટ્રેલિયા કે અન્ય કોઈ દેશમાંથી કયો વિકલ્પ પસંદ કરવો તે સમજી શકશો.
યુનિવર્સિટી પસંદ કરો
તમે જે દેશમાં અભ્યાસ કરવા ઇચ્છો છો ત્યાં કઇ યુનિવર્સિટી સારી છે અથવા ક્યાં અભ્યાસ કર્યા બાદ તમને સારું કરિયર બનાવવા તકો મળશે? તેના આધારે પસંદગી કરી શકો છો. ઉપરાંત તમે ઉપલબ્ધ કોર્સ અને ફીને આધારે પણ ચકાસી શકો છો.
સ્ટાન્ડરડાઇઝ્ડ ટેસ્ટ લો
તમારા કોર્સની માંગ પ્રમાણે તમારે સ્ટાન્ડરડાઇઝ્ડ ટેસ્ટ આપવા જોઇએ. આ ટેસ્ટ તમને એડમિશન અપાવી શકે છે. તમે પસંદ કરેલા અભ્યાસક્રમો અને યુનિવર્સિટી સાથે ટેસ્ટ અને સ્કોર્સની આવશ્યકતાઓ અલગ અલગ હોય છે.
અમુક જાણીતી ટેસ્ટમાં અંગ્રેજી ભાષા માટે IELTS, TOEFL, Duolingo, PTEનો સમાવેશ થાય છે. અન્ય ભાષા જેમ કે ફ્રેન્ચ, જર્મન, ચાઇનીઝ માટેની ટેસ્ટ પણ હોય છે. તમારી વર્બલ, ક્વોન્ટિટીવ, રીઝનિંગ અને સબ્જેક્ટ સ્કિલ્સ જાણવા SAT, ACT હોય છે.
યુનિવર્સિટીમાં અપ્લાય કરો
ટાઇમલાઇન પૂર્ણ થાય તે પહેલા યુનિવર્સિટીમાં અપ્લાય કરવું જોઇએ. જેમાં એપ્લિકેશન ફોર્મની સાથે માર્કશીટ્સ, ટ્રાન્સ્ક્રિપ્ટ્સ, ટેસ્ટ માટેનો સ્કોર રીપોર્ટ, ફાઇનાન્સિયલ કેપેબિલિટી સર્ટિફિકેટ, સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ, લેટર ઓફ રેકમેન્ડેશન અને એપ્લિકેશન એસે સહિતના ડોક્યુમેન્ટ્સનો સમાવેશ થાય છે.
સ્ટુડેન્ટ વિઝા માટે અપ્લાય કરો
એડમિશન કન્ફર્મ થયા બાદ તમે સ્ટુડેન્ટ વિઝા માટે એપ્લાય કરી શકો છો. અરજી કરવા માટે તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે.
તેમાં વિઝા એપ્લિકેશન ફોર્મ, પાસપોર્ટ, બેનિફાઇડ સ્ટુડન્ટનો પુરાવો, વિદેશમાં અભ્યાસ કરવા પર્યાપ્ત ફંડનો પુરાવો, ભાષામાં નિપુણતાનો પુરાવો, એડમિશન લેટર અને અગાઉના એજ્યુકેશનના રેકોર્ડ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવા પડશે.
ધોરણ 12 કોમર્સ બાદ કોર્સ
- BBA,
- ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન,
- બીએસ ઇન મેનેજમેન્ટ સાયન્સ,
- બીએ ઇન મેનેજમેન્ટ સાયન્સ,
- બીએ ઇન ફાઇનાન્સ મેનેજમેન્ટ,
- બીએ ઇન એકાઉન્ટિંગ મેનેજમેન્ટ,
- બીકોમ (ફાઇનાન્સ અને એકાઉન્ટિંગ)
ધોરણ 12 સાયન્સ બાદ કોર્સ
- એમબીબીએસ,
- વેટેરીનરી (B.V. Sc),
- હોમિયોપેથિક,
- આયુર્વેદ,
- ઓપ્ટોમેટ્રી.
- પબ્લિક હેલ્થ એડમિનિસ્ટ્રેશન,
- ઓક્યુપેશનલ થેરાપી,
- ફિઝીયોથેરાપી,
- ક્લિનિકલ રીસર્ચ,
- રેડિયોલોજી,
- ઓડિયોલોજી
ધોરણ 12 પછી નોન-મેડિકલ કોર્સિસ
- કેમેસ્ટ્રી
- બીએસ ઇન એન્જિનિયરીંગ મેનેજમેન્ટ
- મેકેનિકલ એન્જિનિયરીંગ
- સિવિલ એન્જિનિયરીંગ
- બેચલર ઓફ એન્જિનિયરીંગ મેનેજમેન્ટ
- ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગ
- આઇટી એન્જિનિયરીંગ
- બાયોમેડિકલ એન્જિનિયરીંગ
- એનર્જી મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરીંગ
ધોરણ 12 ઓર્ટ્સ બાદ કોર્સ
- બેચલર ઓફ આર્ટ્સ
- જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન
- કાયદાનું શિક્ષણ
- બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
- ફાઇન આર્ટ્સ
- હોટેલ મેનેજમેન્ટ
- બીએસ ઇન પ્રોડક્ટ ડિઝાઇન
- બેચલર ઓફ ઇન્ટીરીયર ડિઝાઇન
- બીએ ઇન ઇન્ટિરીયર ડિઝાઇન
વિદેશમાં અભ્યાસ માટે ઉપલબ્ધ સ્કોલરશિપ
ધોરણ 12 પછી વિદેશમાં અભ્યાસ કરવા માટે તમે વિવિધ સ્કોલરશિપ માટે અપ્લાય કરી શકો છો. ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ માટે અનેક સ્કોલરશિપ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ છે. તેના માટે તમારી પાસે સારો એકેડેમિક રેકોર્ડ, સારો સ્કિલ સેટ, સ્પોર્ટ્સ અથવા અન્ય એક્ટિવટીમાં પકડ હોવી જોઇએ.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને ધોરણ 12 પછી ગ્રેજ્યુએશન વિદેશમાં કઇ રીતે, જાણો આ 6 સરળ ટિપ્સ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.