કિંજલ દવેની સગાઇ તૂટી, જાણો એના પાછળ નું કારણ…

અમદાવાદઃ લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઇ તૂટી છે. આજથી પાંચ વર્ષ પહેલાં કિંજલ દવે (Kinjal Dave) ની સગાઈ પવન જોષી નામના યુવક સાથે તેના વતન જેસંગપરામાં પરંપરાગત રીતે થઈ હતી. અમદાવાદમાં ત્રીજા દિવસે મિત્રો અને પરિવારજનોની હાજરીમાં રિંગ સેરેમની યોજાઈ હતી.

કિંજલ દવેની સગાઇ તૂટી તેનું મુખ્ય કારણ

આથી કિંજલ દવે ના ભાઈ આકાશ દવે ની સગાઈ પવન જોશીની બહેન સાથે કરવામાં આવી હતી. પરંતુ પવન જોશીની બહેને અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. આથી સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે કિંજલ દવે ની સગાઈ પણ પવન જોશી સાથે તૂટી ગઈ છે અને એવામાં કિંજલ દવેના instagram એકાઉન્ટ ઉપરથી પવન જોશી ના તમામ તસવીરો પણ ડીલીટ થઈ ચૂકેલી જોવા મળે છે. આ વાત અંગે કોઈ પણ જાતનો ખુલાસો ગાયિકા કિંજલ દવે કે પવન જોશીએ કરેલ નથી.

ગુજરાતભરમાં ગરબા ક્વિનથી પ્રસિદ્ધ થયેલી કિંજલ દવે (Kinjal Dave) ની એકાએક સગાઇ તૂટી જતા કિંજલ દવે (Kinjal Dave) ના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે.

સગાઈ તૂટ્યા બાદ સોશિયલ મીડિયા પરથી હટાવી લેવામાં આવેલા ફોટા હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કિંજલ દવે (Kinjal Dave) અને તેના ભાઈ આકાશ બંનેએ સાટા પદ્ધતિથી સગાઈ કરી લીધી છે. જેમાં આકાશની સગાઈ કિંજલના મંગેતર પવન જોષીની બહેન સાથે થઈ હતી. પરંતુ પવનની બહેને અન્ય જગ્યાએ કોર્ટ મેરેજ કર્યા હોવાથી કિંજલની સગાઈ પણ રદ થઈ ગઈ છે.

Instagram Account 

ખબર છે કે સગાઈ તોડ્યા બાદ કિંજલ દવે (Kinjal Dave) એ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરેલી તસવીરો પણ ડિલીટ કરી દીધી છે. કિંજલ દવે (Kinjal Dave) જેનો જન્મ 20 નવેમ્બર 1999 ના રોજ ઉત્તર ગુજરાતના પાટણના નાના ગામ જેસંગપરામાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જેમને નાનપણથી જ ગાવાનો શોખ હતો. તે શાળામાં ભણતી ત્યારે પણ ગરબા, લોકદિરા જેવા કાર્યક્રમોમાં હાજરી આપવા માટે રજા લેતી હતી.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.