સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ । Swachhata Tya Prabhuta Essay

Are You Finding Swachhata Tya Prabhuta Essay। શું તમે સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ શોધી રહ્યા છો? તો તમારા માટે સ્વછતા નિબંધ વિષે પુરે પુરી જાણકારી લાવ્યા છીએ. essay on swachata in gujarati। Swachhta Tya Prabhuta Nibandh in Gujarati

Swachhata Tya Prabhuta Essay : આજે આપણે ગુજરાતીમાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા નિબંધ આર્ટિકલ માં ખુબ સરસ નિબંધ વિષે માહિતી મેળવવાના છીએ. મને વિશ્વાશ છે કે તમને આ બધા નિબંધો ના ઉદાહરણ ખુબ ગમશે અને છેલ્લે Swachhta Tya Prabhuta Essay In Gujarati ની PDF પણ Download કરી શકશો.

સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ : હાલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પણ સ્વછતા વિષે ખુબ અસરકારક રીતે અભિયાન અને લોકો ને સમજવી રહ્યા છે અને આશા રાખું છુ, કે લોકો પણ આ બાબત ધ્યાન માં લઇ અને પોતાના જીવન ધોરણ માં જરૂર સુધારો કરશે. તમે આ પેજ ની મુલાકાત લીધી છે તો તમે પણ આ બાબત વિષે વિચારી અને આપણા દેશ ને સ્વચ્છ રાખવા ની કોશિશ જરૂર કરશો.

About of Swachhata Tya Prabhuta Essay। સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ

નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે દરેક ભારતીય નાગરિકનું એક નાનું પગલું પણ એક મોટું અભિયાન બની શકે છે. રોજિંદા જીવનમાં, આપણે બાળકોને સ્વચ્છતાનું મહત્વ અને હેતુ શીખવવો જોઈએ. સારું સ્વાસ્થ્ય વ્યક્તિનું જીવન સારું બનાવી શકે છે અને તે આપણને વધુ સારી રીતે વિચારવાની અને સમજવાની શક્તિ આપે છે અને સ્વાસ્થ્યનો મૂળ મંત્ર સ્વચ્છતા છે એ તો તમને ખબર જ હશે.

આ એક સારી આદત છે જેને આપણે સારા સ્વાસ્થ્ય અને આવનારા સ્વસ્થ જીવન માટે અપનાવવી જોઈએ. સ્વચ્છતા એ પણ એક પુણ્યનું કાર્ય છે, જેને દરેક વ્યક્તિએ જીવનનું ધોરણ ઊંચું લાવવા માટે એક મહત્વપૂર્ણ જવાબદારી તરીકે અનુસરવું જોઈએ. આપણે આપણી અંગત સ્વચ્છતા, પાળતુ પ્રાણીની સ્વચ્છતા, પર્યાવરણની સ્વચ્છતા, આપણી આસપાસની અને કાર્યસ્થળની સ્વચ્છતા વગેરે જાળવવી જોઈએ. પર્યાવરણને સ્વચ્છ રાખવા વૃક્ષોને કાપવાં ન જોઈએ.

તો ચાલો આપણે આપણા નિબંધ ના ઉદાહરણ તરફ આગળ વધીએ અને આશા રાખું છું કે આ ઉદાહરણ માંથી પ્રેરણા મેળવી અને તમે અમારાથી પણ સરસ પોતાનો નિબંધ આસાની થી લખી શકો.

સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ। Swachhata Tya Prabhuta Essay
સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ। Swachhata Tya Prabhuta Essay

સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ। Swachhata Tya Prabhuta Essay

નિબંધ ની પ્રસ્તાવના

કોઈપણ વ્યક્તિ માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભલે ક્ષેત્ર ગમે તે હોય, આપણે ફરજીયાત હંમેશા તેનું પાલન કરવું જોઈએ. સ્વચ્છતા અનેક પ્રકારની હોઈ શકે છે જેમ કે, સામાજિક, વ્યક્તિગત, વૈચારિક વગેરે.

આપણે તેને દરેક ક્ષેત્રમાં અપનાવવું જોઈએ કારણ કે દરેકનો અર્થ અલગ છે અને ફાયદા પણ. સ્વચ્છતા આપણને એક સારી વ્યક્તિ બનાવે છે, વ્યક્તિગત સ્વચ્છતા આપણને હાનિકારક રોગોથી બચાવે છે. તેથી, સ્વચ્છતાના સાર્વત્રિક વિકાસ માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને આપણે પોતાના શરીર, ઘર થી માંડી અને આસપાસ ના વિસ્તારો ને સ્વચ્છ રાખવા જોઈએ .

”સમૃદ્ધિથી ભવ્યતા આવે, સ્વચ્છતાથી દિવ્યતા આવે.”

સ્વચ્છતાનું મહત્વ

વ્યક્તિ ભલે યુવાન હોય કે વૃદ્ધ, કોઈ પણ ઉંમરે તેણે કેટલાક સ્વચ્છતા નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ જેમ કે, જમતા પહેલા અને પછી હંમેશા સાબુથી હાથ ધોવા, દરરોજ નહાવા, દાંત સાફ કરવા, નીચે પડી ગયેલી વસ્તુઓ ખાવી નહીં, શરીરની સંભાળ રાખો. ઘર સાફ રાખો, ઘરમાં યોગ્ય સૂર્યપ્રકાશ રાખો, તમારા નખ સાફ રાખો, માત્ર ઘર જ નહીં પરંતુ આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ રાખો, તમારી શાળા, કૉલેજ કે કોઈપણ જાહેર સ્થળે કચરો ન ફેલાવો.

સૂકો અને ભીનો કચરો લીલા અને વાદળી ડસ્ટબીનમાં અલગ નાખવો. આ રીતે, બીજી ઘણી વસ્તુઓ છે જેના દ્વારા તમે તમારામાં સ્વચ્છતાની આદતો કેળવી શકો છો. સ્વચ્છતા બાબતે તમારી એક નાની પહેલ પણ ભવિષ્ય માં એક ખુબ ઉપીયોગી સાબિત થઇ શકે, આપણે કોઈક ની શરૂવાત નહિ પણ આપણે ખુદ શરૂવાત કરવી જોઈએ.

સ્વચ્છતા નો અર્થ

સ્વચ્છતા એટલે પ્રભુતા. જો આપણે સ્વચ્છતાને સરળ ભાષામાં સમજીએ તો શરીર, મન અને આપણી આસપાસની દરેક વસ્તુને સ્વચ્છ રાખીએ. ગાંધીજીએ સ્વચ્છતા માટે ખૂબ જ સુંદર વાક્ય કહ્યું હતું કે “સ્વચ્છતા એ સેવા છે”. જો તમારે તમારા દેશની સેવા કરવી હોય તો પ્રથમ તમારા દેશને સ્વચ્છ રાખવાનું કાર્ય શરૂ કરો.

આમાં, ખાસ કરીને આપણા દેશ માટે, સ્વચ્છતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આપણા દેશમાં ઘણી વધુ વસ્તી અને ગંદકી પણ વધુ છે. આ કારણે આપણા દેશમાં રોગો પણ વધુ છે. જો દેશમાં ફેલાયેલી ગંદકીને સમયસર સાફ કરવામાં નહીં આવે તો ખૂબ જ ખતરનાક રોગ થવાની સમસ્યા ઉદ્ભવી છે. આનાથી લોકો બીમાર તો પડશે જ પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ ગંભીર અસર થશે. એટલા માટે આપણે સ્વચ્છતા પર ધ્યાન આપવાની જરૂર છે.

જાહેર સ્વાસ્થ્યસભર જીવન માટે સ્વચ્છતા નું ઘણું મહત્વ છે. તે માટે સ્વચ્છતાના સુંદર સૂત્રને જીવનમાં ઉતારવા જોઈએ.

”સ્વચ્છ મારું આંગણું, સ્વચ્છ ઘરનો ચોક, સ્વચ્છ મારું શરીર, સ્વચ્છતા સર્વે લોક.”

સ્વચ્છતાના ફાયદા

સ્વચ્છતાના એટલા જ ફાયદા છે, જેટલા અસ્વચ્છતાના ગેરફાયદા છે. ઘણા લોકો નદીઓ અને નાળાઓમાં કચરો ફેંકીને પ્રકૃતિને અને ચોખા પાણી ને પ્રદૂષિત કરે છે. જેના કારણે ઘણી વસ્તુઓ ત્યાં સડી જાય છે અને દુર્ગંધ સર્જાય છે. ક્યારેક દુર્ગંધ એટલી વધી જાય છે કે તેમાંથી પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે.

આવા સ્થળોની આસપાસની ધરતી, પાણી અને હવા પણ પ્રદૂષિત થાય છે. અને તે જ સમયે ખતરનાક રોગોનો જન્મ થાય છે. લોકો આ રોગોથી બીમાર પડે છે, જેના કારણે તેમના જીવનમાં સુખ શાંતિ નથી રહેતી. કોઈએ બહુ સરસ લખ્યું છે કે બધા રોગોની એક જ દવા રાખો, દરેક ઘરમાં સ્વચ્છતા રાખો.

આ ઉપરાંત કારખાનાઓ અને ફેક્ટરીઓમાંથી નીકળતો રાસાયણિક અને ભૌતિક કચરો નદી, નાળાઓમાં ઠાલવવામાં આવે છે ત્યારે મેલેરિયા, કોલેરા અને ઝાડા જેવા અનેક ગંભીર રોગો થવાની ચિંતા રહે છે. અસ્વચ્છતા પણ દેશના વિકાસમાં અવરોધરૂપ છે.

કારણ કે જ્યારે આવા રોગ મોટા પાયે ફેલાશે તો દેશની અર્થવ્યવસ્થાને પણ જરુર અસર થશે. એક અંદાજ દર્શાવે છે કે ભારતમાં માત્ર શહેરના લોકો જ દર વર્ષે 62 મિલિયન ટન કચરો પેદા કરે છે. પરંતુ તેમાંથી માત્ર 43 મિલિયન ટન કચરો એકઠો થાય છે.

અને આશ્ચર્યની વાત એ છે કે આ 43 મિલિયન ટનમાંથી માત્ર 12 મિલિયન ટન કચરાનો નિકાલ થાય છે. જ્યારે નગરપાલિકા દ્વારા લેન્ડફિલ સાઇટમાં 31 મિલિયન ટન કચરો બાળવામાં આવે છે. પરંતુ બાકીનો 19 મિલિયન ટન કચરો અહીં અને ત્યાં ફેંકવામાં આવે છે. પરંતુ પ્રદૂષણ ફેલાવવા માટે તેમને કેમ છોડી દેવામાં આવે છે? આ સવાલ આપણે સરકારને પૂછવો જોઈએ.

ઉત્તર બુનિયાદી શાળાઓ નું સૂત્ર સફાઈ નું મહત્વ સમજાવે છે. તેમજ-

”મારું જીવન એ જ મારો સંદેશ.”

સ્વચ્છતા મિશન

સ્વચ્છતાની જરૂરિયાતને સમજીને, ભારત સરકારે સ્વચ્છ ભારત નામની ઝુંબેશ પણ શરૂ કરી હતી, જે ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર 2014 ના રોજ પ્રથમ વાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ કોઈપણ ઝુંબેશ માત્ર સરકાર દ્વારા ચલાવી શકાય નહીં, દેશ માં રહેતા નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર છે અને તેમને પણ આ બાબતે આગળ વધવું જોઈએ.

આ અભિયાન હેઠળ, ભારત સરકારે શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપ્યું છે અને ભારતને ખુલ્લામાં શૌચ મુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે. અત્યાર સુધીમાં 98 ટકા ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત બન્યું છે. તેવી જ રીતે નિર્મળ ભારત, બાળ સ્વચ્છતા અભિયાન વગેરે જેવા બીજા ઘણા અભિયાનો પણ ચાલી રહ્યા છે. દરેક વ્યક્તિ ભારતમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે.

”કેળવણી હશે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં, સ્વચ્છતાનો માર્ગ બતાવે છે કેળવણી.”

સ્વચ્છતા કેવી રીતે રાખવી?

  • દુનિયામાં દરેક વસ્તુનો ઉકેલ છે. આપણે ફક્ત તે ઉપાયોને રોજિંદા જીવનમાં અમલ લાવવાની જરૂર છે. સ્વચ્છતાની પણ ઘણી પદ્ધતિઓ છે. આપણે બધા બદલામાં ઉપાયો જાણીએ છીએ.
  • સ્વચ્છતા માટે આપણે સૌ પ્રથમ સ્વચ્છતાને મહત્વ સમજાવવા નું શરૂ કરવું પડશે.
  • તમારા ઘરની સાથે આસપાસના વિસ્તારોને પણ સાફ કરવા પડશે. જેના કારણે અનેક રોગોના કીટાણુઓનો નાશ થશે.
  • સ્વચ્છતાનો સીધો સંબંધ કપડાં અને ખાવાની વસ્તુઓ સાથે છે. એટલા માટે આપણે ખાવા પીવાની વસ્તુઓ પર ખાસ ધ્યાન રાખવું પડે છે. જો આપણે બજારમાંથી કોઈપણ ખાદ્યપદાર્થો લાવીએ તો તેને સાફ કર્યા પછી જ ખાવી જોઈએ.
  • ઘરમાં પીવાના પાણીને હંમેશા સ્વચ્છ વાસણમાં ઢાંકીને રાખો, જેથી ગંદા કીટાણુઓ આપણા પીવાના પાણીથી દૂર રહે.
  • આપણે આપણા શરીરની સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ માટે આપણે દરરોજ સ્નાન કરવું જોઈએ, સમયાંતરે નખ કાપવા જોઈએ અને શરીરની ગંદકી દૂર કરવી જોઈએ.
  • આપણે આ તમામ પ્રાસ વિષે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. કારણ કે જ્યાં સુધી સામાન્ય લોકો આ બાબતોને નહીં સમજે ત્યાં સુધી દેશ સ્વચ્છ નહીં થાય.
  • આ માટે આપણે વધુમાં વધુ લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા પડશે.
  • લોકોને સ્વચ્છતાના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવવું પડશે. સ્વચ્છતા રાખવી એ માત્ર સરકારનું કામ નથી, આમાં આપણે સૌ નાગરિકોએ આગળ આવીને સરકારને સાથ આપવાનો છે. તો જ આપણે દેશને સ્વચ્છ બનાવી શકીશું અને તેને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન સાકાર કરી શકીશું.

સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સ્વચ્છતા ત્યાં સુંદરતા. સ્વચ્છતા ત્યાં પવિત્રતા.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને સ્વછતા ત્યાં પ્રભુતા નિબંધ। Swachhata Tya Prabhuta Essay સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.