Tabela Loan Yojana : ગુજરાતના અને દેશના ખેડૂતો હવે ખેતીની સાથે સાથે પશુપાલનનું વ્યવસાય પણ કરતા થયા છે હવે તો પશુપાલનનું વ્યવસાય બહુ મોટા પાયે થાય છે કેમકે ગુજરાત નો ડેરીનો વિકાસ એ બતાવે છે કે ગુજરાતમાં પશુપાલનનો વિકાસ થઈ રહ્યો છે તો પશુપાલનના વિકાસ થાય એ માટે ગુજરાત સરકાર તરફથી તબેલો બનાવવા માટે તબેલા લોન યોજના શરૂ કરવામાં આવેલ છે. તબેલા લોન યોજના હેઠળ ખેડૂત મિત્રોને ₹4, 00,000 સુધી રકમ મળે છે.
Tabela Loan Yojana : અત્યારે કુદરતી આફતો આવતી હોય છે અને શિયાળાના ઋતુમાં ઠંડી હોય કે, પછી ઉનાળામાં ભયાનક ગરમી ચોમાશા માં વધુ પડતો વરસાદ એ પશુને નુકસાન કરે છે તો એ નુકસાન ને અટકાવવા માટે ખેડૂત દ્વારા તબેલો બનાવવા માં આવે છે તો હવે આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું કે તબેલા માટે લોન કઈ રીતે મળે લોન માટે અરજી કરવાની પ્રક્રિયા શું છે કેટલા લાખ રૂપિયા સુધી તબેલા લોન મળે છે.
Tabela Loan Yojana । હાઈલાઈટ
યોજના નું નામ | તબેલા લોન યોજના 2024 |
યોજના કોના દ્વરા સરુ કરવામાં આવેલ છે | સરકાર દ્વારા |
કેટલી લોન આપવામાં આવે છે | 4 લાખ રૂપિયા સુધી |
અરજી નો પ્રકાર | ઓનલાઈન પ્રક્રિયા |
ઓફિસિયલ વેબસાઇટ | https://adijatinigam.gujarat.gov.in/ |
તબેલા બનવાના ફાયદા
અત્યારે ખેડૂતો પશુપાલન કરતા થઈ ગયા છે તો પશુપાલન કરવા માટે સૌપ્રથમ તબેલા ની જરૂર પડે છે કેમકે તબેલો એ પશુને રહેવા માટેની જગ્યા છે
તબેલાના મુખ્ય ફાયદા ની વાત કરીએ તો શિયાળામાં ઠંડીથી ઉનાળામાં ગરમીથી અને ચોમાસામાં વધુ પડતા વરસાદ સામે રક્ષણ આપે છે સાથે સાથે તબેલા ની અંદર ગમણ કરેલ હોય તો ત્યાં ઘાસચારો વ્યવસ્થિત રીતે નાખી શકાય છે અને પશુ એ ઘાસચારા નો વ્યવસ્થિત રીતે કરી શકે છે સાથે સાથે અત્યારના આધુનિક Tabela Loan Yojanaમાં પાણીના ટબ પણ મૂકવામાં આવે છે એ પાણીના ટબથી પશુ પોતાની મરજી પ્રમાણે પાણી પીવી શકે છે તો મિત્રો તબેલો એ પશુનો અત્યારનો આધુનિક ઘર ગણાય છે જો પશુ બીમાર ન પડે અથવા પશુને સારી રહેવાની જગ્યા મળે તો પશુ વધારે પડતું દૂધ આપે છે જો તમારે પણ તબેલો બનાવવું હોય અથવા તબેલા માટે લોન કરવી હોય તો આ પોસ્ટ સંપૂર્ણ વાંચશો.
આ પણ વાંચો :
Washing Machine Sahay yojana : ધોબીકામ માટે મળશે ₹ 12,500 ની સહાય
તબેલા લોન મેળવવા નક્કી કરેલ માપદંડો
ખેડૂત મિત્રો એ ગુજરાત મા વસતા અનુસૂચિત જાતિના(ST) લોકો માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે તો આ Tabela Loan Yojana નો લાભ કઈ રીતે લેવો અને આ યોજનાના લાભ માટે કેટલાક માપદંડો નક્કી કરવામાં આવેલા છે જેનું લિસ્ટ તમને નીચે આપેલ છે
- સૌપ્રથમ તો લાભ લેનાર વ્યક્તિ ગુજરાત ના નાગરિક હોવું જરૂરી છે
- લોન માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી ૫૫ વર્ષ હોવી જરૂરી છે
- અરજી કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો છે એ અંગેનું દાખલો અથવા પુરાવો રજૂ કરવો અતિ આવશ્યક છે
- અરજી કરનાર વ્યક્તિ પાસે ઓછામાં ઓછો બે થી ત્રણ દુધાળા પશુ હોવા જરૂરી છે
- અરજી કરનાર વ્યક્તિને પશુપાલનનું જ્ઞાન હોવું અથવા પશુપાલન કરતા હોય તેમની પસંદગી કરવામાં આવશે
- અરજી કરનારને પરિવારની વાર્ષિક આવક 1,20,000 થી વધુ ન હોવી જોઈએ આ આવક મર્યાદા એક ગ્રામીણ ક્ષેત્રમાં રહેતા અરજદાર માટે લાગુ પડે છે
- શહેરમાં રહેતા કુટુંબની વાર્ષિક આવક 1.5 લાખ થી વધુ ન હોવી જરૂરી છે
- લાભાર્થીની પોતાનું આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ હોવું જરૂરી છે
તબેલા લોન મેળવવા આવશ્યક ડોક્યુમેન્ટ
ખેડૂત મિત્રો કોઈપણ લોન લેવી હોય તો આવશ્યક ડોક્યુમેન્ટની જરૂર રહે છે તો આ Tabela Loan Yojana મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે છે તેની માહિતી નીચે મુજબ આપેલ છે
- લાભાર્થી નો આધારકાડ નકલ
- લાભાર્થી આદિજાતિ છે તે માટે પુરવાર કરતો પ્રમાણપત્ર જેવો કે સમાજ કલ્યાણ અધિક્ષક નો દાખલો
- લાભાર્થી નો જાતિનો દાખલો
- 7/12 ના ઉતારા
- બેંક પાસબુક ની નકલ
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- Tabela Loan Yojana મેળવવા ઓનલાઇન પ્રક્રિયા કરવા માટે પ્રથમ તો તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસર વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો
- ઓફિસિયલ વેબસાઈટમાં ગયા પછી Apply For Loan નામનું બટન હશે તેના પર ક્લિક કરો
- હવે તમને એક નવું પેજ જોવા મળશે તેમાં ગુજરાત ટ્રિબલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન નામનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
- હવે Tabela Loan Yojana Apply પર ક્લિક કરો જો તમે પ્રથમ વાર આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરતા હોય તો
- પછી તમારે sign up પર ક્લિક કરવાનું રહેશે
- હવે તમારે તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે માહિતી ભર્યા બાદ કેપ્ચર કોડ દાખલ કરી sign up બટન પર ક્લિક કરવાનું રહેશે
- એકવાર રજીસ્ટ્રેશન કર્યા પછી તમને LOGIN બટન દેખાશે તેના પર ક્લિક કરો જેમાં તમારે તમારી લોગીન આઈડી અને પાસવર્ડ દાખલ કરવાનો રહેશે
- હવે તમારે લોગીન થયા પછી માય એપ્લિકેશન નામનું ઓપ્શન દેખાશે તેના પર ઉપર Apply NOW ક્લિક કરવાનું રહેશે
- એપ્લાયના ઉપર ક્લિક કર્યા બાદ બધી યોજનાઓ ઓનલાઈન જોવા મળશે તો તમારે તબલા લોન યોજના પર ક્લિક કરી Self-Employment નામના બટન પર ક્લિક કરવાનું રહેશે
- હવે આ લોન ને લગતી તમને કેટલીક શરતો દેખાશે તે વાંચી Apply ઉપર ક્લિક કરો
- હવે તમને માય એપ્લિકેશન નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો અને એપ્લિકેશન ની અંદર માગેલી માહિતી અને જમીનદાર ની વિગતો ભરો
- બધી વિગતો ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ફરીથી તમારું એકવાર એપ્લિકેશન ચેક કરો અને છેલ્લે કન્ફર્મ કરેલી અરજી પર સેવ કરો
- એપ્લિકેશન સેવ કર્યા બાદ તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે જે પ્રિન્ટ તમારે સાચવીને રાખવાની રહેશે.
Conclusion
!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!