ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ ધોધમાર વરસાદ પડશે

ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ ધોધમાર વરસાદ પડશે : રાજયમા ત્રીજા રાઉન્ડ મા મેઘરાજા એ ધૂમ મચાવી હતી. ઘણા જિલ્લાઓમા ભારે વરસાદ પડવાથી ઘણી તારાજી સર્જાઇ હતી. જુનાગઢ મા અનરાધાર વરસાદ પડવાથી ઘણી નુકશાની થઇ હતી.

ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહિ સામે આવી છે. તેમણે જણાવ્યું હતુ કે, 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ ધોધમાર વરસાદ પડશે

  • અંબાલાલની વધુ એક આગાહી આવી સામે
  • ઓગસ્ટમાં પણ રહેશે વરસાદી માહોલ
  • મુંબઈમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી
  • નદીઓમાં ઘોડાપૂરની આવવાની શક્યતા

રાજ્યમાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી હતી. પાંચ દિવસનાં નાનકડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદનાં ચોથા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ હતુ.

આ તારીખોમાં વરસાદ પડશે

આગામી 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાશે. તેમજ આગામી તા. 26,27 અને 28 નાં રોજ રાજ્યનાં પશ્ચિમ ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આવનારા ઓગસ્ટ મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વરસાદ પડવાની આગાહી વ્યકત કરવામા આવી છે.

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડે ઠેર-ઠેર મેઘતાંડવ સર્જીને તારાજી કરી હતી. અતિશય વરસાદ પડવાથી લોકોને રીતસર ત્રાહિમામ પોકારાવી દીધો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા મેઘરાજાએ ભારે તારાજી સર્જી હતી.

મેઘતાંડવથી સામાન્ય જનજીવન અસ્તવસ્ત થઈ ગયું હતું અને હજુ પણ કેટલાક સ્થળોએ લોકોની રોજબરોજની જિંદગી સામાન્ય બની નથી. ત્યાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની નવી આગાહિ સામે આવી છે.

ભારે વરસાદની આગાહિ

27 જુલાઈથી 5 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી અંબાલાલ ની આગાહિ સામે આવી છે.
રાજયમા વરસાદ ની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યુ હતુ કે, 26 જુલાઈએ ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાય તેવી શકયતા છે.

જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થનાર છે. દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. 26, 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામા આવી છે.

અંબાલાલ ની નવી આગાહિ

અંબાલાલ પટેલે આગાહિ કરતા જણાવ્યું હતુ કે, ગુજરાતમાં હજુ પણ સારો વરસાદ પડશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

ગુજરાતમાં આગામી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં મહેસાણા, અરવલ્લી જિલ્લામા વરસાદ વરસવાની શકયતાઓ છે.

ગુજરાતમાં ભારે વરસાદના કારણે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં પણ વધારો થશે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં દરિયામા 100કિમી/ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ રહેલી છે. તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહિ

હવામાન વિભાગે પણ વરસાદ પડવાની આગાહી કરી છે. સ્થાનિક હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ ગુજરાત પર હાલમા કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે રાજ્યમાં હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત જોવા મળે છે, જોકે એનો અર્થ એ નથી કે વરસાદે પૂરેપૂરી વિદાય લીધી છે.

ત્રીજા રાઉન્ડના વરસાદમાં હજુ પણ કેટલાક બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. એક તરફ રાજ્યમાં વરસાદનું જોર ઓછું થવાનું છે તેવી સ્થાનિક હવામાન વિભાગ આગાહિ કરી રહ્યુ છે.

ઓગષ્ટ મહિના મા આટલા દિવસ પડશે વરસાદ

તો બીજી તરફ કેટલાક હવામાન નિષ્ણાંતોએ 27 જુલાઈથી 5 ઓગસ્ટના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવી છે. હવામાન વિભાગની આગાહિ જોઇએ તો સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ પડી શકે છે . દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. ગાજવીજ અને તોફાની પવન સાથે 28 જુલાઈએ નવસારી, વલસાડ, દમણમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

જિલ્લાવાઇઝ વરસાદની આગાહિ

હવામાન વિભાગની આગાહી મુજબ નીચે મુજબના જિલ્લાઓમા ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

  • વલસાડ,
  • દમણ,
  • દાદરા નગર હવેલી

નીચે મુજબના જિલ્લાઓમા ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે.

  • સાબરકાંઠા,
  • અરવલ્લી,
  • નવસારી,
  • તાપી,
  • જૂનાગઢ,
  • અમરેલી,
  • ભાવનગર,
  • ગીર સોમનાથ

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઓગસ્ટ મહિનામાં આટલા દિવસ ધોધમાર વરસાદ પડશે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.