ST બસોમાં સૂર્યનગરી, આશ્રમ, દમણ ગંગા વગેરે કેમ લખેલું હોય છે?

શું તમને ખબર છે ST બસોમાં સૂર્યનગરી, આશ્રમ, દમણ ગંગા વગેરે કેમ લખેલું હોય છે? આ એક રસપદ વાત છે. તમામ ગુજરાતી ને આ સવાલ મન માં એક વાર જરૂર ઉદભવ્યો હશે. તો ચાલો આજે  જાણીયે ગુજરાત ની એસટી બસ ની ઉપર સૂર્યનગરી, આશ્રમ, દમણ ગંગા વગેરે કેમ લખેલું હોય છે.

ST બસોમાં સૂર્યનગરી, આશ્રમ, દમણ ગંગા વગેરે કેમ લખેલું હોય છે

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC ST BUS) વહીવટી સરળતા માટે ને ૧૬ વિભાગોમાં વહેંચવામાં આવેલ છે. ગુજરાતમાં સરકારી બસોને GSRTC ઓપરેટ કરે છે અને તેનું પૂરું નામ “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન” છે. દરેક એસ.ટી. બસ ક્યા વિભાગની છે તેની ઓળખ માટે એસ.ટી. નિગમ દ્વારા તે બસના વિભાગનું નામ લખવાની પધ્ધત્તિમાં તેના વિભાગના નામમાં તે વિભાગની નદી કે પ્રખ્યાત સ્થળનું નામ બસની આગળના ભાગે લખવાની પધ્ધત્તિ અપનાવવામાં આવેલ છે. ભૂજ અને રાજકોટ ડેપોની બસો ઉપર તે વિસ્તારનું નામ લખવામાં આવે છે.

આ પણ વાંચો, ઓનલાઇન જુવો તમારા વાહન પર મેમો ફાટ્યો છે કે નહિ?

GSRTCએ બધા જ વિભાગોની બસો પર અલગ-અલગ નામ લખ્યા છે.

તેની લિસ્ટ તમે નીચે જોઈ શકો છો.

  1. અમદાવાદ વિભાગની બસો પર “આશ્રમ” નામ લખેલું હોય છે.
  2. અમરેલી વિભાગની બસો પર “ગિર” લખેલું હોય છે.
  3. ભરુચ વિભાગની બસો પર “નર્મદા
  4. ભાવનગર વિભાગની બસો પર “શેત્રુંજય
  5. ભૂજ વિભાગની બસો પર “કચ્છ
  6. ગોધરા વિભાગની બસો પર “પાવાગઢ
  7. હિમ્મતનગરની બસો પર “સાબર
  8. જામનગર વિભાગની બસો પર “દ્વારકા
  9. જુનાગઢ વિભાગની બસો પર “સોમનાથ
  10. મહેસાણા વિભાગની બસો પર “મોઢેરા
  11. નડિયાદ વિભાગની બસો પર “અમુલ
  12. પાલનપૂર વિભાગની બસો પર “બનાસ
  13. રાજકોટ વિભાગની બસો પર “સૌરાષ્ટ્ર
  14. સુરત વિભાગની બસો પર “સૂર્યનગરી
  15. વડોદરા વિભાગની બસો પર “વિશ્વામિત્રી
  16. વલસાડ વિભાગની બસો પર “દમણ ગંગા

આવી રીતે GSRTC ના 16 વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના આધારે તેના કાચ ઉપર નામ લખેલું હોય છે.

આ પણ વાંચો, Gujarat All Bus depot Helpline Number

ગુજરાત ST બસ માટે પુછાતા પશ્ન

એસ્ટ બસ ના કાચ ઉપર સૂર્યનગરી, આશ્રમ, દમણ ગંગા વગેરે નામ શેના આધારે લખેલું હોય છે?

GSRTC ના 16 વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના વિભાગના નામમાં તે વિભાગની નદી કે પ્રખ્યાત સ્થળનું નામના આધારે લખેલું હોય છે.

GSRTC ST બસ કેટલા વિભાગો છે?

GSRTC ST  બસ ના કુલ 16 વિભાગ છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ST બસોમાં સૂર્યનગરી, આશ્રમ, દમણ ગંગા વગેરે કેમ લખેલું હોય છે એ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment