Gujarat IKhedut Pashupalan Yojana। આઈ ખેડૂત પશુપાલન યોજના 2023

Are You Looking for Gujarat IKhedut Pashupalan Yojana 2023 । શું તમે આઈ ખેડૂત પશુપાલન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં પોસ્ટમાં ગુજરાત આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 વિષે પુરી જાણકારી નીચે જણાવવામાં આવ ઈચ્છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Gujarat IKhedut Pashupalan Yojana : ગુજરાત માં ઘણા બધા ખેડૂતો એવા છે કે જે પશુપાલન કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ તેના માટે તે લોકો પાસે પશુપાલન ની વસ્તુ, આર્થિક સહાય અને તાલીમ ની જરૂર હોય છે.

તો તે માટે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પશુપાલન યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ પર થી બધી યોજના નો લાભ લઈ શકો છો. ગુજરાત ના ખેડૂત મિત્રો ને Pashupalan Yojana Gujarat થકી કેટલી સહાય મળે છે?

તો ગુજરાતના ખેડૂતોને તે સહાય લેવા માટે શું કરવું પડશે તેના વિશે આ આર્ટિકલ માં જણાવવામાં આવ્યું છે. તો છેલ્લા સુધી આ લેખ વાંચો.

Table of Gujarat IKhedut Pashupalan Yojana

યોજનાનું નામ આઈ ખેડૂત પશુપાલન યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા
વિભાગ ખેતી નિયામક કચેરી
લાભાર્થી ગુજરાતના ખેડૂતો
મળવાપાત્ર સહાય વસ્તુની ખરીદી પર 50 ટકા સહાય
સત્તાવાર વેબસાઇટ I khedut Portal
હેલ્પલાઈન નંબર 079-25503832

આઈ ખેડૂત પશુપાલન યોજના

આ યોજના થકી જે અનુસૂચિત જાતિ તેમજ જનજાતિ ના ખેડૂતો અને જે સામાન્ય ખેડૂતો છે તેમને આર્થિક રીતે મદદ મળે છે અને સરકાર દ્વારા ખેડૂતોને નાણાંકીય રીતે મદદ મળે છે.આ યોજનામાં જે ગાય ભેંસ હોય છે તેમને વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય મળતી હોય છે તેમજ તેવી બીજી પણ ઘણી યોજનાઓ છે.

Objective Of IKhedut Pasupalan Yojana

આ યોજના નો મૂળ હેતુ એ છે કે જે ખેડૂત મિત્રો પાસે યોગ્ય સાધનનો અને આર્થિક બાબત માં અભાવ છે તેવા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો મુખ્ય ધ્યેય છે.તેમજ તેઓ પણ પોતાના પશુ ને સારી રીતે ઉછેર કરે અને તેને યોગ્ય વળતર પણ મળતું રહે.તો સરકાર નો મુખ્ય ધ્યેય આ છે.

આઈ ખેડૂત પશુપાલન યોજનાનું લિસ્ટ

ક્રમ યોજનાનું નામ
1 અનુસુચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
2 અનુસુચિત જનજાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
3 અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
4 અનુસુચિત જનજાતિની મહિલા લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય
5 અનુસુચિત જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
6 અનુસુચિત જાતિના પશુપાલકોનાં પશુ રહેણાક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાયની યોજના (ગાય / ભેંસ વર્ગના ૨ પશુઓ માટે)
7 અનુસુચિત જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
8 અનુસુચિત જાતિના લાભાર્થી માટે બકરાં એકમ (૧૦+૧ ) માટે સહાય
9 અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
10 અનુસૂચિત જનજાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ) ના વિયાણ બાદ દાણ સહાય
11 અનુસૂચિત જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ) ના વિયાણ બાદ દાણ સહાય
12 આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
13 એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
14 એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
15 એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય
ક્રમ યોજનાનું નામ
16 જનરલ કેટેગરી લાભાર્થીઓને બકરાં એકમ (૧૦+૧) માટે સહાય
17 પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના
18 રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
19 રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનાં આયોજન માટેની યોજના
20 રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય
21 રાજ્યની અનુસુચિત જનજાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય
22 રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય
23 રાજ્યની અનુસુચિત જાતિ વિસ્તારની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય
24 રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે ગોડાઊન બનાવવા સહાય
25 રાજ્યની ગ્રામ્ય દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ માટે દૂધઘર સહાય
26 શુધ્ધ સંવર્ધન દ્વારા રાજ્યની સ્થાનિક ઓલાદની ગાયમાં કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડીઓના પશુપાલકો માટે પ્રોત્સાહક યોજના
27 સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને (ગાય/ભેંસ) ખાણદાણ સહાય
28 સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ (ગાય/ભેંસ)ના વિયાણ બાદ દાણ પર સહાય
29 સામાન્ય જાતિના પશુપાલકોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય
30 સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે ૧૨ દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

Eligibility Of Gujarat IKhedut Pashupalan Yojana

આ યોજના માટે માટે કેટલીક શરતો અને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ પાત્રતા હોવી જરૂરી છે:

  • વ્યક્તિ અનુસૂચિત જાતિ અને જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગ નો હોવો જરૂરી છે.
  • જનરલ કેટેગરી ના વ્યક્તિને પણ આ યોજના નો લાભ મળે છે.
  • મહિલા વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષથી નીચે ના હોવી જોઈએ.

આઈ ખેડૂત પશુપાલન યોજના માટે મળવાપાત્ર લાભ

  • ગાય ભેંસ વિયાણ બાદ દાણ ખરીદી પર સહાય
  • મરઘાં પાલન તાલીમાર્થી સ્ટાઇપેન્ડ
  • કેટલ શેડ,પાણીના ટાંકા બનાવવા માટેની સહાય
  • મહિલા લાભાર્થીઓને બકરાં એકમ સ્થાપના માટે સહાય
  • પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય

Documents required for Pashupalan Yojana Gujarat

આઈ ખેડૂત પશુપાલન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ છે:

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • બેન્ક એકાઉન્ટ
  • પશુપાલન કરતા હોય તેનો દાખલો
  • જાતિનું પ્રમાણપત્ર
  • આવકનો દાખલો
  • પાસપોર્ટ ફોટો
  • મોબાઈલ નંબર
  • દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર

આઈ ખેડૂત પશુપાલન યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • આ યોજના માં અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ ફોલો કરો:
  • સૌપ્રથમ I-Khedut Portal ગૂગલ માં સર્ચ કરવાનું રહેશે.
  • ત્યાર પછી નીચે મુજબ ચિત્ર માં જોઈ શકાય છે:
  • ઉપરોક્ત ઇમેજ પ્રમાણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી નવું પેજ ખુલશે.
  • ઉપર મુજબ જિલ્લો પસંદ કરી સબમિટ કરવાનું રહેશે ત્યાર પછી નવું પેજ ખુલશે.
  • ઉપરોક્ત ઇમેજ પ્રમાણે તમારે યોજના સિલેક્ટ કરીને આગળ પ્રોસેસ કરવાની રહશે.
  • ત્યાર પછી છેલ્લે અરજી સબમિટ કરીને પ્રિન્ટ કરી લેવાની રહેશે.
  • તો ઉપર મુજબ ના સ્ટેપથી તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લીક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લીક કરો
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

આ પણ વાંચો,

બાગાયતી યોજનાઓની યાદી

આઇ ખેડૂત પોર્ટલ યોજના યાદી

બેટરી પંપ સહાય યોજના

મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના

પાવર ટીલર સહાય યોજના 2023

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Gujarat IKhedut Pashupalan Yojana। આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બગલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.