[ i Khedut ] Power Tiller Sahay Yojana । પાવર ટીલર સહાય યોજના 2023

Are You Looking for Power Tiller Sahay Yojana 2023 @ ikhedut.gujarat.gov.in। શું તમે પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં પાવર ટીલર સહાય યોજના વિષે પુરી માહિતી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Power Tiller Sahay Yojana : આઈ ખેડૂત પોર્ટલ વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓબાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.

આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Power Tiller Sahay Yojana (8 BHP થી વધુ) & પાવર ટીલર સહાય યોજના (8 BHP થી ઓછા) સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

પાવર ટીલર સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં ઝડપથી પાક ફેરબદલી તથા ખેડાણ માટે ઘણા બધા ખેતીના સાધનો માટે સહાય આપવામાં આવે છે.

આઈ ખેડૂત પોર્ટલ દ્વારા પાવર ટીલર સહાય યોજના હેઠળ કેટલી સબસીડી આપવામાં આવે છે?, કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટની જરૂર પડે તે વગેરે વિશે માહિતી મેળવીશું.

Table of Power Tiller Sahay Yojana

યોજનાનું નામ પાવર ટીલર સહાય યોજનાનો
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
લાભાર્થી ગુજરાતના જમીન ધારક ખેડૂતોને
સહાયની રકમ આ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે.
અધિકૃત વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in

પાવર ટીલર સહાય યોજનાનો હેતુ

Kheti Vadi Vibhag દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે પાવર ટીલર મશીન માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.

Eligibility Criteria for Power Tiller Sahay Yojana

iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Power Tiller Sahay Yojana 2022 માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
  • રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • Power Tiller Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે આઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહ
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

પાવર ટીલર સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

Government of Gujarat ની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે. આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટરમાં પાવર ટીલર સહાય યોજનાની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબ છે.

ક્રમ યોજના હેઠળ સમાવેશ પેટા સ્કીમનું નામ
1 SMAM
2 AGR 2 (FM)
3 AGR 3 (FM)
4 AGR 4 (FM)
5 રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે પાવર ટીલર સહાય યોજના

Power Tiller Sahay Yojana સામાન્ય વર્ગના ખેડૂતો માટે

  • સામાન્ય જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 50,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 70,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાન્ય વર્ગના,નાના,સિમાંત અને મહિલા ખેડૂતો માટે

  • આ જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 65,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 85,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

Required Document Of Power Tiller Sahay Yojana Gujarat

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. પાવર ટીલર સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

પાવર ટીલર સહાય યોજના ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા પાવર ટીલર મશીન સહાય મળશે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
  • Google Search પરિણામમાંથી અધિકૃત @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
  • જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 50 યોજનાઓ બતાવશે. (તા-24/08/2022 ની સ્થિતિએ)
  • જેમાં ક્રમ નંબર-02 પર “પાવર ટીલર” માં  પર ક્લિક કરવાની રહેશે.
  • જેમાં પાવર ટીલર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

[ i Khedut ] તાડપત્રી સહાય યોજના

પાણીની ટાંકી સહાય યોજના

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના

નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના

ટ્રેક્ટર સહાય યોજના 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને [ i Khedut ] Power Tiller Sahay Yojana । પાવર ટીલર સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.