Mahila Swavalamban Yojana । મહિલા સ્વાવલંબન યોજના 2023

Are You Looking for Mahila Swavalamban Yojana @ mela.gwedc.gov.in । શું તમે મહિલા સ્વાવલંબન યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગુજરાત મહિલા સ્વાવલંબન યોજના 2023 વિષે પુરી જાણકારી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા સહાય યોજના, વ્હાલી દીકરી યોજના, વિધવા પુન:લગ્ન યોજના વગેરે ચલાવવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજના વિષે ટૂંકમાં માહિતી

Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ 1975 દરમિયાન વિશ્વ સ્તરીય મહિલાઓની વિવિધ સમસ્યાઓ અને તેના નિરાકરણ માટે ખૂબ ગંભીરતાપૂર્વક વિચાર કરવામાં આવ્યો. જેની ફલશ્રુતિ સ્વરૂપે ગુજરાતમાં 1981માં ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની સ્થાપના કરવામાં આવી હતી. Gujarat Women Economic Development  Corporation Ltd. દ્વા

મહિલાઓ માટે લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા Women Empowerment Schemes અને સરકારી લોન યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Table of Mahila Swavalamban Yojana

આર્ટિકલનું નામ મહિલા સ્વાવલંબન યોજના
આ યોજના કોણા દ્વારા ચલાવવામાં આવે છે? ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ
કોણે મળે? જે મહિલાઓ નવો વ્યવસાય કરવા માંગતી હોય એમને મળવાપાત્ર થશે
લોનની રકમ રૂપિયા 2,00,000/- સુધી
કેટલા ટકા સબસીડી મળે? અંદાજીત 30 % સુધી
સત્તાવાર વેબસાઈટ @ mela.gwedc.gov.in
હેલ્પલાઈન નંબર 079-232 30 713

મહિલા સ્વાવલંબન યોજના

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana 2023, મહિલાઓની જાગૃતિ શિબિર તથા સેમિનારનું આયોજન કરી, મહિલાઓ સાથે વિચાર-વિમર્શ કરી તેમના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન માટે જરૂરી તાલીમ તથા સ્વરોજગારને લગતી યોજનાઓ અમલમાં મુકવામાં આવી.

જેથી મહિલાઓ આવી સરકારી સહાય અને સરકારી યોજનાઓનો લાભ લઈને સમાજમાં સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે. ગુજરાત રાજ્યના મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા Mahila Yojana તરીકે “મહિલા સ્વાવલંબન યોજના” ચલાવવામાં આવે છે.

આ યોજના લોન યોજના તરીકે પણ ઓળખી શકાય. મહિલાઓ સ્વરોજગારી માટે પોતાની આવડતને અનુરૂપ નવો વ્યવસાય અને ધંધા માટે શરૂ કરવા લોન આપવામાં આવે છે. Subsidy Schemes for Women અંતગર્ત પ્રોજેક્ટ કોસ્ટ માટે 15 % સુધી સબસીડી આપવામાં આવશે.

Objective of Mahila Swavalamban Yojana

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ નામે મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જેમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન થાય તેની જોગવાઈઓ કરે છે.

તેના માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ સરકારી યોજનાઓનો લાભ તે ઉદ્દેશ છે.

Mahila Yojana Gujarat હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.

મહિલા સ્વાવલંબન યોજના લાભ લેવા માટે પાત્રતા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ Scheme for women નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
  • મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.

Benefits for Mahila Swavalamban Yojana

મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે.

જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.

મહિલા સ્વાવલંબન યોજના માટે ધંધા-ઉદ્યોગની યાદી

Mahila Arthik Vikas Nigam, Gandhinagar દ્વારા આ યોજના માટે ધંધા અને ઉદ્યોગ નક્કી કરેલા છે. જેના પર લોન માટે ભલામણ અને સબસીડી આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ક્રમ ઉદ્યોગના વિભાગનું નામ કુલ ઉદ્યોગની સંખ્યા
1 એન્‍જીનિયરીંગ ઉદ્યોગ 44
2 કેમીકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ 37
3 ટેક્ષટાઈલ ઉદ્યોગ 29
4 પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ 11
5 ખેત પેદાશ આધારિત ઉદ્યોગ 9
6 પ્લાસ્ટિક ઉદ્યોગ 21
7 ફરસાણ ઉદ્યોગ 20
8 હસ્તકલા ઉદ્યોગ 16
9 જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ 11
10 ખનીજ આધારિ ઉદ્યોગ 07
11 ડેરી આધારિત ઉદ્યોગ 02
12 ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ 06
13 ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ 06
14 ચર્મોઉદ્યોગ 05
15 અન્ય ઉદ્યોગ 17
16 સેવા પ્રકારનાં વ્યવસાય 42
17 વેપાર પ્રકારનાં ધંધાઓ 24
કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા 307

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે. આ 307 ઉદ્યોગનું લિસ્ટ નીચે આપેલા બટન પર Download કરી શકાશે.

ધંધા-ઉદ્યોગની યાદી Downloan કરો

Document Required For Mahila Swavlamban Yojana

મહિલાઓ માટેની આ Government Yojana નો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • આવકનોદાખલો
  • જાતિનોદાખલો
  • ઉંમરઅંગેનોદાખલો
  • મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
  • ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.

મહિલા સ્વાવલંબન યોજના ગુજરાત Pdf

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે. આ યોજનાનું ફોર્મ છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ મેળવવાનું રહેશે.

Mahila Swavalamban Yojana Application Form

અરજી ફોર્મ Download કરો

મહિલા સ્વાવલંબન યોજના હેલ્પલાઇન

આ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો. વધુ માહિતી અને મદદ માટે વડી કચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરી શકાય છે. વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના વડામથક ખાતે આવેલ હોય છે.

વડી કચેરીનું સરનામું :- ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી. ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર
ફોન નંબર :- 079-23227287 , 23230385
ઈમેઈલ ‌:- gwedcgnr@gmail.com

Important Link

સત્તાવાર વેબસાઈટ @ mela.gwedc.gov.in
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો

આ પણ વાંચો,

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના

ફ્રી લેપટોપ યોજના : 10,12 પાસ વિદ્યાર્થીઓને મળશે ફ્રી લેપટોપ

વિધવા સહાય યોજના માટે ફોર્મ ભરો

તબેલા લોન યોજના

નમો ટેબલેટ યોજના, વિધાર્થીને મળશે રૂ.1000 માં ટેબલેટ

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Mahila Swavalamban Yojana । મહિલા સ્વાવલંબન યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.