નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે : ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે એવી ખાસ સુચના આપવામાં આવી છે તો સાથે સાથે જ ફાયરસેફ્ટી, CCTV, પાર્કિંગ પણ ફરજિયાત આપવુ પડશે.

રસ્તા પર કોઈએ પાર્કિંગ બનાવવું નહીં. શહેરમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે. અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસની ગાઈડલાઈન પાડવામાં આવી છે.

નવરાત્રી રમવા પોલીસની ગાઈડલાઈનનું પાલન કરવું પડશે

આ વર્ષે રાજ્યભરમાં ગરબાનું ધામધૂમથી આયોજન થવાનું છે. નવરાત્રિના તહેવારને લઈને ખેલૈયાઓ ઉત્સાહમાં છે તો ગરબા આયોજકો દ્વારા પણ જુદા જુદા સ્થળોએ પાર્ટી પ્લોટ અને ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવશે.

અમદાવાદમાં પણ 50 જેટલા સ્થળોએ ગરબાનું આયોજન થવાનું છે, ત્યારે પોલીસ દ્વારા આયોજકો માટે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.

આયોજકો અને ખૈલેયા ખાસ જાણી લેજો

ચાલુ વર્ષે અમદાવાદના લગભગ 50 પાર્ટી પ્લોટ ઉપરાંત ફાર્મ હાઉસ અને ક્લબમાં ગરબાના આયોજનો થઈ રહ્યા છે. ગત વર્ષે 42 સ્થળે આયોજન થયા હતાં જેમાં આ વર્ષે વધારો થયો છે.

ત્યારે આ અંગે આયોજન પોલીસ પરમિશન માટે ફાયર સેફ્ટી ગવર્મેન્ટ ઓથોરાઈઝ ઇલેક્ટ્રિશિયન અને આર્ટિસ્ટનું સંમતિપત્ર તેમજ સીસીટીવી, પાર્કિંગ અને સિક્યુરિટી ગાર્ડની માહિતી તથા ખેલૈયાઓને વીમા પોલિસી સહિતની બાબતો ફરજિયાત કરાઈ છે.

અમદાવાદમાં નવરાત્રી અંગે પોલીસની ગાઈડલાઈન

પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. જેમા નોંધ કરાયેલ ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ આયોજકોએ ફરજિયાત રજૂ કરવાના રહેશે. ત્યારબાદ જ પરમિશન આપવામા આવશે. તેમ જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં ગરબા દરમિયાન હાર્ટ અટેકના કેસ વધાવાની શક્યતાને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે ખાસ હાર્ટ અટેક માટે વોર્ડ ઉભો કરાયો છે.

નવરાત્રીના નવ દિવસ સિવિલ હોસ્પિટલમાં હાર્ટ એટેક માટે ખાસ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. રાજકોટમાં હાર્ટ એટેક ના કિસ્સાઓ વધી રહ્યા છે જેમને લઇ સિવિલ સુપ્રીન્ટેન્ડન્ટે આ ખાસ નિર્ણય લીધો છે.

પોલીસે 12 મુદ્દાની ગાઈડલાઈન જારી કરી?

ગરબા જોવા આવતા લોકોને અડચણ ઊભી ન થાય તેવી માટે પાર્કિંગની વ્યવસ્થાએ સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા ગરબાના આયોજનના સ્થળે ટ્રાફિકજામ ન થાય તે માટે સ્થળથી 100 મીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા રાખવા જણાવ્યું છે.

એટલું જ નહીં વધુ ટ્રાફિક થશે તો ગરબાના આયોજનની પરમિશન પણ રદ કરી દેવા સુધીના આકરા નિર્ણયો લેવાશે. અમદાવાદમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રિને હવે 10 જ દિવસ બાકી રહ્યા છે.

ત્યારે અમદાવાદ પોલીસ પણ સુરક્ષાના મુદ્દે સજ્જ બની છે. અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. તેના ડોયુમન્ટસ અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે.

  1. નવરાત્રિ માટેની અરજી
  2. આયોજકનું આધાર કાર્ડ
  3. જગ્યા માલિકનું સંમતિપત્ર
  4. મહિલા તેમજ પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો
  5. ફાયર સેફટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર
  6. ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગર્વમેન્ટ ઓથોરાઈઝડ ઈલેક્ટ્રિશિયનનુંં પ્રમાણપત્ર
  7. જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગત
  8. સીસીટીવી કેમેરા ક્યાં-કેટલા લગાવ્યા છે તેની વિગત
  9. સાઉન્ડ સિસ્ટમવાળા વ્યક્તિનું નામ-સરનામુ
  10. આર્ટિસ્ટનું સંમતિપત્ર
  11. વીમા પોલિસી
  12. પાર્કિંગની વ્યવસ્થાની વિગત

ગરબાના આયોજનમાં પાર્કિંગ અને ટ્રાફિક જાળવવુ સૌથી વધુ મહત્વનું છે. તેથી જ અમદાવાદ પોલીસ દ્વારા તેના પર વધુ ફોકસ કરાયું છે. સાથે જ આયોજકોએ એન્ટ્રી-એક્ઝિટ અને પાર્કિંગ એરિયા કવર થાય.

તે રીતે કેમેરા લગાવવા પડશે. તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે તે આપવું પડશે. દરેક રાસ-ગરબાના દરેક સ્થળે પુરુષ અને મહિલા સિકયોરિટી ગાર્ડ અને સ્વયંસેવક પણ રાખવા પડશે.

ગરબા આયોજકો માટે કઈ ગાઈડલાઈન?

પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી 12 મુદ્દાની ગાઈડલાઈનમાં ગરબાની પરમિશન માટે ફાયરસેફ્ટી, સરકારી ઓથોરાઈઝ્ડ ઈલેક્ટિશિયન, કલાકારોનું સંમતિ પત્ર, ખેલૈયાઓ માટે વીમા પોલિસી, સીસીટીવી કેમેરા, પાર્કિંગની સુવિધા તથા મહિલા અને પુરુષ સિક્યોરિટી ગાર્ડની માહિતી પણ ફરજિયાત આપવાની રહેશે.

જો નિયમોનો ભંગ કરાશે તો ગરબાની મંજૂરી રદ કરાશે સાથે જ પાર્કિંગનું સ્થાન પર પાર્ટી પ્લોટથી 100 મીટરના અંતરે રાખવાનું રહેશે. સાથે જ ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિંગ પણ ફરજિયાત રજૂ કરવુ પડશે. પાર્કિંગ ગરબાના સ્થળથી 100 મીટર દૂર રાખવું પડશે.

આયોજન સ્થળે પુરુષ મહિલા સિક્યુરિટી ગાર્ડ

આયોજકોએ કોઈ એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર તથા પાર્કિંગ એરિયા કવર થાય તે રીતે કેમેરા લગાવવા અને તેનું રેકોર્ડિંગ પોલીસ માંગે ત્યારે આપવા સહિત અનેક નિયમ અમલી કરાયા છે.

જેમાં સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો પણ રાખવા પડશે. તથા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ લાઉડ સ્પીકર વગાડવા રાત્રે 12:00 વાગ્યા પછી મંજૂરી અપાશે નહીં.

દર્દીઓ વૃદ્ધો અને વિદ્યાર્થીઓને અડચણરૂપ ન થાય તે રીતે અવાજની મર્યાદા પણ નક્કી કરાઈ છે. આથી લાઉડ સ્પીકર આયોજકોએ મર્યાદામાં જ વગાડવાનું રહેશે.

ગરબા સ્થળોએ એમ્બ્યુલન્સ રહેશે

ખાસ છે કે, ગુજરાતમાં યુવાનોમાં ગરબા રમતા હાર્ટ એટેકના બનાવો વધ્યા છે. એવામાં આ વખતે ગરબા આયોજકોએ ખેલૈયાઓ માટે એમ્બ્યુલન્સ અને તબીબોની ટીમ પણ પાર્ટી પ્લોટ પર રાખવાનો નિર્ણય લીધો છે.

જેથી ઈમરજન્સીની સ્થિતિમાં સારવાર ઉપલબ્ધ કરાવી શકાય. નવરાત્રિમાં ગરબા દરમિયાન આ વોર્ડમાં રાત્રે ડોક્ટર્સની ટીમ હાજર રહેશે. દવા ,ઇજેકશન સહિતની તમામ સારવાર મળી રહે તેવી વોર્ડમાં વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

હાર્ટ અટેકના વધતા જતાં કેસને લઇને રાજકોટમાં નવરાત્રી દરમિયાન ખાસ આ સેવા આપવામાં આવશે. જે બાદ જ ગરબા આયોજકોને પરમિશન આપવામાં આવશે. ગરબા આયોજકોએ ખેલૈયા માટે વીમા પોલિસી લેવી પડશે.

આ પણ વાંચો,gujjuonline

RTO નો નવો નિયમ જાહેર

જાણો વંદે ભારત ટ્રેનની ટિકિટ અને સુવિધાઓ

GPSC Dy SO કોલ લેટર 2023

આ 4 ફોન ઓક્ટોબરમાં લોન્ચ થતા ધમાકો !

ગુજરાતમાં આ તારીખોમાં આવશે ધોધમાર વરસાદ

વધુ માહિતી માટે

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને RTO નો નવો નિયમ જાહેર સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી,સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

!! Gujjuonline.in ની મુલાકાત લેવા બદલ આભાર !!

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.