Please wait...
Video is loading
▶️

ડાયમંડ ઉદ્યોગમાં આવ્યો મંદીનો માહોલ

ડાયમંડ ઉદ્યોગમાં આવ્યો મંદીનો માહોલ : શહેરને ડાયમંડ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે પરંતુ આ ડાયમંડ સિટીની ચમક ઝાંખી થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રશિયાની અલઝોરા કંપની પાસેથી ખરીદવામાં આવેલા રફ ડાયમંડ માંથી તૈયાર કરવામાં આવેલા હીરા હવે અમેરિકાના જ્વેલર્સો નહીં ખરીદે અને તેના જ કારણે સુરતના હીરા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

સુરત શહેરને ડાયમંડ સિટી તરીકેનું બિરુદ મળ્યું છે. કારણ કે, સુરતમાં તૈયાર થતાં ડાયમંડની ડિમાન્ડ વિશ્વના ઘણા દેશોમાં ખૂબ જ વધારે છે. ત્યારે ડાયમંડ સિટી કહેવાતા સુરતની ચમક થોડી ઝાંખી થતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે હાલ ડાયમંડ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.

ડાયમંડ ઉદ્યોગમાં આવ્યો મંદીનો માહોલ

રત્ન કલાકારો જેમતેમ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેવામાં સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં રફ ડાયમંડને કટીંગ અને પોલીસિંગ કરીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ અમેરિકા સહિતના દેશોમાં આ ડાયમંડનું વેચાણ કરવામાં આવે છે.

મહત્વની વાત છે કે, હાલ યુક્રેન અને રશિયા આ બે દેશ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને રશિયાની અલઝોરા નામની કંપની વિશ્વને 29% જેટલા રફ ડાયમંડ પૂરા પાડે છે અને સુરતના હીરાના વેપારી પણ આ કંપની પાસેથી કાચા હીરાની ખરીદી કરે છે અને ત્યારબાદ કટીંગ અને પોલીસિંગ કરીને તૈયાર હીરાને અમેરિકા સહિતના દેશોના જ્વેલર્સને તેનું વેચાણ કરે છે.

વિદેશોથી આવતા ઓર્ડર ઓછા થયા

હાલ સુરતમાં રશિયામાંથી રફ ખરીદીને કટ પોલિસીંગ કરીને જે હીરા તૈયાર કરવામાં આવે છે. તે હીરાને ખરીદવા પર અમેરિકા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આના જ કારણે અમેરિકાના જ્વેલર્સો સુરતમાં હીરાના વેપારીઓ પાસેથી રશિયાની રફના તૈયાર હીરાની ખરીદી કરી રહ્યા નથી.

તેના જ કારણે ફરીથી હીરા ઉદ્યોગ પર એક સંકટ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આના જ કારણે રત્ન કલાકારો પણ હવે ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ સુરતમાં લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે.

સુરત ડાયમંડ ઉદ્યોગમાં મંદી

આ લેબગ્રોન ડાયમંડ થકી રત્ન કલાકારોને થોડી ઘણી રોજગારી મળી રહેશે પરંતુ મોટાભાગની જે કંપનીઓ રીયલ ડાયમંડની રફમાંથી કટીંગ અને પોલીશિંગ કરીને જે તૈયાર હીરા કરતી હતી તેવી કંપનીઓ મુશ્કેલીમાં મુકાય છે.
કારણ કે રશિયાની અલઝોરા કંપનીમાંથી જે રફ લેવામાં આવી છે .

તે રફમાંથી જે ડાયમંડો તૈયાર થયા છે તે હવે અમેરિકા સહિતના કેટલાક દેશોના જ્વેલર્સો ખરીદી રહ્યા નથી અને આના જ કારણે હવે હીરા વેપારીઓને વધુ ચિંતામાં મુકવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો,Gujjuonline

સરકારી શાળામાં ભણતી સુરતની વિદ્યાર્થીની ધોરણ 12 માં મેળવ્યા 99.99 PR

ગુજરાતીઓ વાવાઝોડાને લઈ અંબાલાલની ઘાતક આગાહી

GSEB ધોરણ 10ના નાપાસ વિદ્યાર્થીઓને મળશે ફરીથી સ્કૂલમાં એડમિશન

કોરોના કરતાં પણ વધુ ખતરનાક વાયરસ આવી રહ્યો છે

સુરતમાં હિરામાં આવશે જોરદાર મંદી

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ડાયમંડ ઉદ્યોગમાં આવ્યો મંદીનો માહોલ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

Leave a Comment