15,000 થી ઓછી કિંમતના ટોપ-5 સ્માર્ટફોન ખરીદો

શું તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો? તો આજે અમે તમને જણાવીશું કે 15000 ની અંદર એક દમ શાનદાર ફીચર સાથે ફોન ની માહિતી. 15 હજાર કે તેથી ઓછી કિંમતના ટોપ-5 સ્માર્ટફોન વિષે જાણો, જેમાં પરફોર્મન્સ તો સારૂ મળશે જ, સાથે જ તેમાં સારી બેટરી બેકઅપ પણ મળશે.

Best Phone Under Rs 15000: ભારતીય બજારમાં તાજેતરના સમયમાં ઘણા Smartphone લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ જો તમે 15,000 રૂપિયાથી ઓછી કિંમતનો મિડ-રેન્જ Smartphone શોધી રહ્યા છો, તો અમે તમારા માટે Realme, Vivo, Xiaomi, Infinix અને Motoના Smartphone લાવ્યા છીએ જે સારું પ્રદર્શન કરે છે. ઉપરાંત, આ બધા Smartphone તમારા ખિસ્સા પર વધુ અસર કરતા નથી, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

Vivo T1 5G

Vivo T1 5G Smartphone 4 GB રેમ અને 128 GB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે. આ ફોન ફ્લિપકાર્ટ પરથી 15,990 રૂપિયામાં 20 ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે. ફોનની ખરીદી પર 13,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

Vivo T1 5G Smartphone 6.58 ઇંચની ફુલ એચડી પ્લસ ઇન્સેલ ડિસ્પ્લે સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોનમાં 5000 mAh ની મોટી બેટરી આપવામાં આવી છે. Vivo T1 5G Smartphone 6nm આધારિત સ્નેપડ્રેગન 695 મોબાઇલ ગેમિંગ ચિપસેટ સપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યો છે. ફોન એન્ડ્રોઇડ 12 આધારિત ફનટચ OS 12 પર કામ કરશે. ફોનના પાછળના ભાગમાં AI ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. તેનો મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે. તેમજ 2 મેગાપિક્સલ ડેપ્થ અને બોકેહ કેમેરા અને AI મેક્રો લેન્સ આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે ફોનમાં 16 મેગાપિક્સલનો કેમેરો છે.

Realme 9i

Realme 9i ના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 12,999 રૂપિયામાં આવે છે. ફોનની ખરીદી પર 18 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 11,550 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ છે. આ સિવાય યુઝર્સ બેંક ઓફર્સનો પણ આનંદ લઈ શકે છે.

Realme 9i માં 6.6-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. ફોન Android 11 OS પર આધારિત Octacore Qualcomm Snapdragon 689 પ્રોસેસર પર કામ કરે છે. Realme 9iમાં 50MP રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આ સિવાય 2 મેગાપિક્સલનો લેન્સ અને બીજો 2 મેગાપિક્સલનો લેન્સ આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે. Realme 9i માં પાવર બેકઅપ માટે 5000mAh બેટરી આપવામાં આવી છે.

Infinix Hot 11 (2022)

Infinix Hot 11 (2022) 8,999 રૂપિયામાં વેચાણ માટે લિસ્ટ કરવામાં આવ્યું હતું. આ ફોનના 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત છે. ફ્લિપકાર્ટ પર 30 ટકા ડિસ્કાઉન્ટની સાથે 8,450 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

ફોનમાં 6.7 ઇંચની ફુલ એચડી પ્લસ IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં પ્રોસેસર સપોર્ટ તરીકે, ઓક્ટા-કોર Unisoc T610 અને Mali G52 GPU સપોર્ટ ઉપલબ્ધ હશે. ફોન એન્ડ્રોઇડ 11 આધારિત XOS7.6 પર કામ કરે છે. ફોન ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સાથે આવે છે. તેનો પ્રાથમિક કેમેરો 13MPનો છે. આ સિવાય 2MP ડેપ્થ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ જ સેલ્ફી માટે 8MP કેમેરા આપવામાં આવ્યો છે. Hot 11 2022માં 5,000mAh બેટરી સપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં 10W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળશે.

Moto G40 ફ્યુઝન

Moto G40 Fusion 4 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટ સાથે 14 ટકા ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ કરી શકાય છે. ડિસ્કાઉન્ટ બાદ ફોનને 14,499 રૂપિયામાં ખરીદી શકાય છે. સાથે જ ફોનની ખરીદી પર 13,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

Moto G40 Fusion 6.8-inch FHD+ HDR10 ડિસ્પ્લે ધરાવે છે. તેનો રિફ્રેશ રેટ 120 Hz છે. આ Smartphone એન્ડ્રોઇડ 11 પર આધારિત હશે. પ્રોસેસર તરીકે ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 732જી સપોર્ટેડ હશે. ફોટોગ્રાફી માટે ફોનની પાછળની પેનલ પર ક્વાડ કેમેરા સપોર્ટ મળશે. તેનો પ્રાથમિક કેમેરો 64MPનો હશે. સાથે ડેપ્થ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ફોનના ફ્રન્ટ પેનલ પર 32MP કેમેરા આપવામાં આવ્યો છે. પાવર બેકઅપ માટે ફોનમાં 6000mAhની મજબૂત બેટરી આપવામાં આવી છે.

Redmi Note 10s

Redmi Note 10s Smartphone ના 6 GB રેમ અને 64 GB સ્ટોરેજ વેરિઅન્ટને ફ્લિપકાર્ટ પર 13,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોનની ખરીદી પર 13,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપવામાં આવી રહી છે.

Redmi Note 10S Smartphone Android 11 આધારિત MIUI 12.5 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. ફોનમાં 6.43-ઇંચની ફુલ HD પ્લસ AMOLED ડિસ્પ્લે છે. Redmi Note 10S માં MediaTek Helio G95 પ્રોસેસર, 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે. ફોટોગ્રાફી માટે, Redmi Note 10S Smartphone માં ક્વોડ કેમેરા સેટઅપ છે, જેમાં 64MP પ્રાથમિક સેન્સર, 8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ, 2MP મેક્રો લેન્સ અને 2MP ડેપ્થ સેન્સર છે. જ્યારે સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 13MP કેમેરા આપવામાં આવ્યો છે. Redmi Note 10S Smartphone 5,000mAh બેટરી દ્વારા સમર્થિત છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને ઓછી કિંમતના ટોપ-5 સ્માર્ટફોન સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment

Join Our Whatsapp Group