[ i Khedut ] ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના। Groundnut Digger Sahay Yojana 2023

Are You Looking Groundnut Digger Sahay Yojana । શું તમે ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજનાનો લાભ લેવા માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના વિશેની તમામ માહિતી જણાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા વિનંતી.

Groundnut Digger Sahay Yojana : ગુજરાત સરકાર દ્વારા ખેતીવાડીમાં ઉપયોગી સાધન માટે પણ યોજના ચલાવવામાં આવે છે. જેવી કે રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના જેવી યોજનાનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના વિષે વિગતવાર માહિતી મેળવીશું.

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના : મગફળીની ખેતી કરતાં ખેડૂતો માટેની યોજના છે. Department of Agriculture and Farmers Welfare વિભાગ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવા માટે ખેતીવાડીની યોજનાઓ 2023-24 બહાર પાડવામાં આવે છે.

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના મા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.

Table of Groundnut Digger Sahay Yojana

યોજનાનું નામ ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ આ યોજનાનો હેતુ એ ખેડૂતને ગ્રાઉન્ડનટ ડીગરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.
વિભાગનું નામ ખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે? ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે? ખેડૂતને ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in

જે ખેડૂત મગફળીની ખેતી કરે છે તેમના માટે આ યોજના ખાસ છે. મગફળીની ખેતી કરતાં ખેડૂતને મગફળીના હર્વેસ્ટિંગ માટે ગ્રાઉન્ડનટ ડીગરની જરૂરિયાત રહેતી હોય છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને ગ્રાઉન્ડનટ ડીગરની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.

Eligibility Criteria for Groundnut Digger Sahay Yojana

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 7 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

સામાન્ય વર્ગના ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૨૪ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૩૨ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૪૦ % અથવા રૂ. ૬૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસૂચિત જાતિના ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૪૦ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા ગ્રાઉન્ડનટ ડીગર માટે કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૭૫ હજાર એ બેમાંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

Required Documents for Groundnut Digger Sahay Yojana

I khedut Portal પર ચાલતી ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 અને 8-અ ની નકલ
  • આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે khedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ ikhedut.gujarat.gov.in ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-4 ગ્રાઉન્ડનટ ડીગર પર ક્લિક કરવું.
  • જેમાં ગ્રાઉન્ડનટ ડીગર માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Important Link 

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ ikhedut.gujarat.gov.in
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

માલ વાહક વાહન સહાય યોજના 2023

પાવર ટીલર સહાય યોજના 2023

[ i Khedut ] તાડપત્રી સહાય યોજના

પાણીની ટાંકી સહાય યોજના

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના

ટ્રેક્ટર સહાય યોજના 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને [ i Khedut ] ગ્રાઉન્ડનટ ડીગર સહાય યોજના। Groundnut Digger Sahay Yojana 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.