[ i Khedut ] Mal Vahak Vahan Sahay Yojana। માલ વાહક વાહન સહાય યોજના 2023

Are You Looking Mal Vahak Vahan Sahay Yojana 2023 @ ikhedut.gujarat.gov.in। શું તમે માલ વાહક વાહન સહાય યોજનાનો લાભ માંગો છો? તો તમારા માટે અહીં આ પોસ્ટમાં માલ વાહક વાહન પર સબસીડીની પુરી જાણકારી બતાવવામાં આવી છે તો અંત સુધી વાંચવા માટે વિનંતી.

Mal Vahak Vahan Sahay Yojana : ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ખેડૂતો ખેતી કામમાં અવનવી રીતો અપનાવીને, પાક ઉત્પાદન વધારી તે માટે સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન પૂરૂ પાડવામાં આવે છે. જેના માટે iKhedut Portal બનાવવામાં આવે છે.

આ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓપશુપાલનની યોજનાઓબાગાયતી યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા ખેતીવાડી વિભાગની માલ વાહક વાહન પર સબસીડી વિશે વાત કરીશું. Khedut Mal Vahak Vahan Sahay Yojana નો લાભ લેવા માટેની શું-શું પાત્રતા છે, અને લાભ કેવી રીતે આઈ ખેડૂતો પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાય તેની માહિતી મેળવીશું.

માલ વાહક વાહન સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

કેંદ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. જે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂત યોજનાઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે.

ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી ખેત બજારો સુધી પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે માલ વાહક વાહન પર સબસીડી બહાર પાડેલ છે.

Table Of Khedut Mal Vahak Vahan Sahay Yojana

યોજનાનું નામ માલ વાહક વાહન પર સબસીડી 2023
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશ ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક APMC સુધી લઈ જવા
માલ વાહન સાધનની ખરીદી પર સબસીડી
લાભાર્થી ગુજરાતના પાત્રતા ધરવતા ખેડૂતોને
સબસીડી નંબર-1 નાના,સીમાંત,મહિલા, એસ.સી/એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 %
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
સબસીડી નંબર-2 સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25 %
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
અધિકૃત વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in

ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલા પોતાના પાકને નજીકના બજારો સુધી, પહોંચાડવામાં તકલીફ ન રહે તે માટે સાધન સહાય આપવામાં આવે છે. ખેડૂતોને માલ વાહક સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. Kisan Parivahan Yojana Gujarat ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.

Eligibility Criteria for Mal Vahak Vahan Sahay Yojana

કૃષિ સહાય યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. કૃષિ વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલ છે તે નીચે મુજબ છે.

  • અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, એસ.ટી,એસ.સી,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

માલ વાહક વાહન યોજનાની સાધન ખરીદીની શરતો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal Parivahan માટે ખરીદી માટેની શરતો નક્કી થયેલ છે. ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.

  • આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ.

Mal Vahak Vahan Sahay Yojana નું સહાય ધોરણ

કિસાન પરિવહન યોજનામાં ikhedut  subsidy અગાઉથી નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2023 અન્‍વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના આધારે આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

સામાન્ય અને અન્ય ખેડૂતોને Kisan Parivahan Yojana ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.
મહિલા, નાના, સીમાંત,અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોને કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.

Document Required Of Mal Vahan Parivahan Yojana

ikhedut Portal પર ચાલતી Khedut Mal Vahak Vahan Sahay Yojana નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જોઈએ.

  1. ikhedut Portal 7-12
  2. લાભાર્થીના આધારકાર્ડની નકલ
  3. જો ખેડૂત S.C.જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  4. જો ખેડૂત S.T. જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  5. રેશનકાર્ડની નકલ
  6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  7. વન અધિકાર વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  8.  ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  12. લાઈસન્‍સ

How To Online Apply Mal Vahak Vahan Sahay Yojana

માલ વહન પરિવહન યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી @ ikhedut.gujarat.gov.in વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
  • જેમાં “માલ વાહક યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે કિસાન પરિવહન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Important Link

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ પણ વાંચો,

પાવર ટીલર સહાય યોજના 2023

[ i Khedut ] તાડપત્રી સહાય યોજના

પાણીની ટાંકી સહાય યોજના

ખેતીવાડીના સાધનો માટે સહાય યોજના

નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના

ટ્રેક્ટર સહાય યોજના 2023

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને [ i Khedut ] Mal Vahak Vahan Sahay Yojana। માલ વાહક વાહન સહાય યોજના 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, GujjuOnline.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.